ગુજરાત યુનિવર્સિટીને NAAC નો A+ ગ્રેડ મળતાં ગ્રાન્ટમાં થશે ફાયદો
અત્યાર સુધી મળતી 20 કરોડની ગ્રાન્ટમાં વધારો થઈને 100 કરોડ સુધી મળશે

યુનિવર્સિટીમાં સમયસર કર્મચારીઓની ભરતી નહી થતાં A++ ગ્રેડ ગુમાવવો પડ્યો

યુનિવર્સિટીમાં સમયસર કર્મચારીઓની ભરતી નહી થતાં A++ ગ્રેડ ગુમાવવો પડ્યો
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીએ NAACનો A+ ગ્રેડ મેળવ્યો છે. ગુજરાત યુનવર્સિટીએ 10 વર્ષ બાદ ગ્રેડ મેળવવા માટે NAACમાં એપ્લાય કર્યુ હતુ. જેના પગલે 15 દિવસ અગાઉ ટીમ દ્વારા ઈન્સપેક્શન કરવામાં આવ્યુ હતુ. ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ મળતાં હવે ગ્રાન્ટમાં વધારો થશે. અત્યાર સુધી યુનિવર્સિટીને 20 કરોડની ગ્રાન્ટ મળતી હતી તેમાં વધારો થઈને 100 કરોડ સુધીની ગ્રાન્ટ મળશે.
ગુજરાત યુનિવર્સિટીએ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલમાં ગ્રેડ મેળવવા માટે અરજી કરી હતી. જેના પગલે NAAC દ્વારા 15 દિવસ અગાઉ 3 દિવસ સુધી ઈન્સપેક્શન કરી A+ ગ્રેડ આપ્યો છે. ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ મળતા 20 કરોડના બદલે હવે 100 કરોડ સુધીની ગ્રાન્ટ મળશે. જ્યારે વિદ્યાર્થીઓને એડમિશનમાં અને જોબ ઓફરમાં પણ લાભ થશે. ગુજરાત યુનિવર્સિટીએ A++ ગ્રેડ મેળવવા માટે તૈયારી કરી હતી. પરંતુ, કર્મચારીઓની સમયસર ભરતી ન થતાં ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓનો ઘટાડો જોવા મળ્યો હતો. A+ ગ્રેડ મળવાના કારણે અન્ય યોજનાઓનો લાભ મળશે. વિદ્યાર્થીની ડિગ્રીમાં A+ ગ્રેડનો ઉલ્લેખ થવાથી એડમિશન અને જોબ ઓફરમાં ફાયદો થશે.
ગુજરાત યુનિવર્સિટીએ NAAC ને લઈ તમામ તૈયારીઓ કરી હતી. NAAC ના 7 જેટલા ક્રાઈટેરિયા પૂર્ણ કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ મળ્યો છે. A++ ગ્રેડ મેળવવા તૈયારી કરી હતી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી દીઠ ફેકલ્ટીની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. યુનિવર્સિટીમાં કાયમી અને કરાર આધારિત કર્મચારીઓની સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતાં A++ ગ્રેડ મળી શક્યો નહોતો.
NACCના એક્રીડેશન માટે સિલેબસ અને ટીચિંગ મેથર્ડ, ટિચિંગ લર્નિંગ ઇવોલ્યુશન, રિસર્ચ ઇનોવેશન એન્ડ એકસટેનસન્સ, ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ લર્નિંગ રિસોર્સ, સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેશન, ગવર્નન્સ લીડર શિપ એન્ડ મેનેજમેન્ટ અને ઇન્સ્ટિટ્યૂટશનલ વેલ્યુ એન્ડ બેસ્ટ પ્રેક્ટેસિસ જેવા ક્રાઈટેરિયા ધ્યાને લેવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.