ગુજરાત યુનિવર્સિટીમાં નાણાકીય ગડબડના આક્ષેપ
ABVPનું ભારે હલ્લાબોલ: પૂર્વ VC નીરજા ગુપ્તા સામે ઉગ્ર આક્રોશ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Gujarat University Ex VC Neerja Gupta Controversy: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા તેમના 3 વર્ષના કાર્યકાળ બાદ ગંભીર વિવાદોના ઘેરાવમાં આવ્યા છે. યુનિવર્સિટીના નાણાંની છૂટા હાથે લ્હાણી કરવા અને નિયમો વિરુદ્ધ જઈને માનીતા કર્મચારીઓની ભરતી કરવાનો ગંભીર આક્ષેપ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આજે 7 ઓગસ્ટ 2023 ના રોજ મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકર્તાઓએ યુનિવર્સિટી પરિસરમાં વિરોધ નોંધાવીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.
10.93 કરોડનો ફંડ ફાળવણીનો ગંભીર આરોપ
ABVP નો આક્ષેપ છે કે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ તેમની 3 વર્ષની ટર્મ દરમિયાન યુનિવર્સિટીના 10.93 કરોડ રૂપિયા વધારાના પગાર ખર્ચમાં વાપરી નાખ્યા હતા. તેમણે જૂના હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરીને પોતાના પસંદગીના લોકોને ઉંચા પગારે ગોઠવી દીધા હતા. અહેવાલ મુજબ, નીરજા ગુપ્તાના આવ્યા પહેલાં જે પદો પર માસિક ખર્ચ ઓછો હતો, ત્યાં લાખો રૂપિયાના પગાર ચૂકવવામાં આવ્યા છે. પવન પંડિતનો પગાર 45,000 રૂપિયા સામે વધારીને 2,50,000 રૂપિયા, રાહુલ ભાગચંદાની અને મિ. અધિકારીનો પગાર 2,50,000 રૂપિયા, માનસિંહ રાજોરાનો પગાર 1,25,000 રૂપિયા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નવા પદો ઊભા કરીને દિનેશકુમારને 1,25,000 રૂપિયા, ફાયર ઓફિસરને 60,000 રૂપિયા અને લીગલ ઓફિસરને 40,000 રૂપિયા ચૂકવાયા હતા. વિઝિટિંગ પ્રોફેસરોનો વાર્ષિક ખર્ચ 50 લાખ રૂપિયાથી વધીને 10 પ્રોફેસરો માટે વાર્ષિક 2,25,00,000 રૂપિયા પહોંચ્યો હતો, જેનાથી કુલ વાર્ષિક ખર્ચ 85,40,000 રૂપિયાથી વધીને સીધો 4,50,00,000 રૂપિયા થઈ ગયો હતો.
ઈન્ચાર્જ VC પર નકલી નોટોનો વરસાદ
ABVP ના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવવા માટે અનોખો માર્ગ અપનાવ્યો હતો. પવન પંડિત સહિતના ડિરેક્ટરોના નામના બેનરો ગળામાં પહેરીને અને નકલી નોટોના હાર ધારણ કરીને વિદ્યાર્થીઓ કચેરી પહોંચ્યા હતા. પ્રદર્શન દરમિયાન ઈન્ચાર્જ કુલપતિ પર બેગ ભરીને નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી ટાવર અને VC ઓફિસને 300 થી વધુ કાર્યકર્તાઓએ ઘેરી લીધી હતી.
રામધૂન, ચક્કાજામ અને સૂત્રોચ્ચાર
કુલપતિની ઓફિસમાં ઈન્ચાર્જ VC ગેરહાજર જણાતાં 300 થી વધુ વિદ્યાર્થીઓ કચેરીમાં જ ધરણા પર બેસી ગયા હતા. કાર્યકર્તાઓએ "વીસી તેરી તાનાશાહી નહીં ચલેગી" અને "ગોળી મારો સાલો કો, શિક્ષણ કે દલાલો કો" જેવા ઉગ્ર નારા લગાવ્યા હતા. પરિસ્થિતિ વણસતા રજીસ્ટ્રાર દોડી આવ્યા હતા અને પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો. કાર્યકર્તાઓએ રામધૂન બોલાવીને ઈન્ચાર્જ VC ને સદબુદ્ધિ મળે તે માટે પ્રાર્થના પણ કરી હતી.
તપાસ કમિટી સામે અસંતોષ
અગાઉ ABVP ની રજૂઆતના આધારે યુનિવર્સિટી દ્વારા 3 સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી હતી. પરંતુ તપાસ કમિટીનો રિપોર્ટ આવે તે પહેલાં જ કોઈ નક્કર પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓ ફરી મેદાનમાં આવ્યા છે. ABVP એ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી ગેરકાયદેસર રીતે નીમાયેલા ડિરેક્ટરોને પદભ્રષ્ટ કરવામાં નહીં આવે અને આ નાણાકીય લ્હાણી સામે સખત કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ