ગુજરાત યુનિવર્સિટીમાંથી મળી દારૂની બોટલ
સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્ય મંત્રી ઋષિકેશ પટેલને ખાલી દારૂની બોટલ મળી
દારૂની બોટલ
દારૂની બોટલ
ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે આયોજિત 'સ્વચ્છતા એ જ સંકલ્પ' કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલને સફાઈ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલ મળી હતી. આ ઘટનાએ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી અને આચારસંહિતા પર સવાલો ઊભા કર્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, મંત્રી ઋષિકેશ પટેલ સફાઈ કરતા હતા ત્યારે એક ઝાડ પાસે પડેલી દારૂની બોટલ તેમની નજરે પડી.
કુલપતિએ મીડિયાથી છુપાવી બોટલ
મંત્રી ઋષિકેશ પટેલે તરત જ આ ખાલી બોટલ ઉઠાવી લીધી અને થોડીવાર પોતાની પાસે રાખી. બાદમાં જ્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તા સૂપડી લઈને ત્યાં આવ્યા, ત્યારે મંત્રીએ ધીમેથી તેમને તે બોટલ આપી દીધી. આ પછીનો ઘટનાક્રમ વધુ આશ્ચર્યજનક હતો. કુલપતિ નિરજા ગુપ્તાએ જાણે કે, કંઈ જ ગંભીર ન હોય તે રીતે નીચે પડેલી અન્ય 2 પાણીની ખાલી બોટલ સાથે દારૂની બોટલને ઢાંકી દીધી અને ત્રણેય બોટલને મીડિયાથી છુપાવીને કચરાપેટીમાં નાખી દીધી. આ સમગ્ર ઘટનાએ યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની પાર્ટીઓ થઈ રહી છે કે કેમ તે અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: સફાઈ અભિયાન: સાબરમતી નદી પહેલીવાર સંપૂર્ણ ખાલી કરાશે.
મંત્રી ઋષિકેશ પટેલના સ્વચ્છતા પરના વિચારો
આ કાર્યક્રમ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી 'સ્વચ્છતા એ જ સંકલ્પ' જેવા સેવાકીય પ્રવૃત્તિઓનું અભિયાન દેશભરમાં 15 દિવસ સુધી ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, પંડિત દિનદયાળ ઉપાધ્યાયના મૂળભૂત વિચારો જેવા કે સ્વચ્છતા, સ્વદેશી અભિયાન, આત્મનિર્ભરતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રજા સુધી લઈ જવાની પહેલ શરૂ કરવામાં આવી છે. તેમણે આઝાદી સમયના ગાંધીજીના પ્રયાસોને યાદ કરીને કહ્યું કે, હવે 2047 સુધીમાં સ્વનિર્ભર, આત્મનિર્ભર અને વિશ્વબંધુ ભારતની કલ્પના સાથે આગળ વધી રહ્યા છીએ. આ પ્રયાસો માત્ર 15 દિવસ પૂરતા સીમિત ન રહેતા લોકોનો સ્વભાવ બને તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.