વોલીબોલમાં ગુજરાતનો વાગ્યો ડંકો
રાજલ વાળા ભારતીય મહિલા વોલીબોલ ટીમના કેપ્ટન બન્યા,રાજ્યની વધુ બે ખેલાડીઓને તક

AI જનરેટેડ

AI જનરેટેડ
India U18 Volleyball Team Captain Avc Championship 2026 : ભારતીય રમતગમતમાં ગુજરાતના ખેલાડીઓ સતત પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે.ક્રિકેટ,કબડ્ડી,એથ્લેટિક્સ,શૂટિંગ અને ચેસ બાદ હવે વોલીબોલમાં પણ ગુજરાતના ખેલાડીઓ દેશભરમાં પોતાની પ્રતિભાનો પરચો લહેરાવી રહ્યા છે.રાજ્ય માટે ગૌરવની વાત એ છે કે પ્રતિભાશાળી ખેલાડી રાજલ વાળાને ભારતીય મહિલા વોલીબોલ ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.તેમની સાથે ગુજરાતની અન્ય બે મહિલા ખેલાડીઓનો પણ ભારતીય ટીમમાં સમાવેશ થયો છે.આ પસંદગી માત્ર ખેલાડીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.વર્ષો સુધી કરેલી મહેનત, કઠોર તાલીમ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યા બાદ હવે તેઓ દેશ માટે આંતરરાષ્ટ્રીય મંચ પર રમવા જઈ રહ્યા છે.
ગુજરાત માટે ગૌરવની ક્ષણ
આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓ રાજલ વાળા, અર્પિતા વાઢેર અને ફોરમ કાગથરાની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સંચાલિત નડિયાદ સ્થિત હાઇ પર્ફોર્મન્સ સેન્ટરનાં તાલીમાર્થીઓ છે, નડિયાદ સ્થિત આ એકેડેમી રમતગમતની પ્રતિભાઓને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે જ્વલંત સફળતા અપવવા માટે સતત પ્રયત્નશીલ છે. ગીર-સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના સરખડી ગામની રહેવાસી રાજલ વાળા એશિયાની સૌથી મજબૂત યુવા વોલીબોલ ટીમો સામે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. અર્પિતા વાઢેર (૧૭ વર્ષ) ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામની છે અને ફોરમ કાગથરા (૧૭ વર્ષ) અમરેલી જિલ્લાનાં વતની છે.
ભારતીય ટીમમાં કેપ્ટન સહિત ગુજરાતની ત્રણ ખેલાડીઓનો સમાવેશ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની ત્રણેય વોલીબોલ ખેલાડીઓને ભારતીય ટીમમાં પસંદગી પામવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ચેમ્પિયનશિપમાં સફળ પ્રદર્શન માટે ભારતીય ટીમને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.આ પૂર્વે, ચેમ્પિયનશિપ માટે અંતિમ ટીમ નક્કી કરતા પહેલા વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (VFI) દ્વારા રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માટે દેશભરમાંથી 24 આશાસ્પદ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. ભારતીય ટીમમાં કેપ્ટન સહિત ગુજરાતની ત્રણ ખેલાડીઓનો સમાવેશ થવો, તે રાષ્ટ્રીય સ્તરે વોલીબોલ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવામાં રાજ્યના વધી રહેલા વર્ચસ્વને રેખાંકિત કરે છે.
રાજલ વાળાની સફર
ગીર-સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના સરખડી ગામની રહેવાસી રાજલ વાળા એશિયાની સૌથી મજબૂત યુવા વોલીબોલ ટીમો સામે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.રાજલ વાળાએ નાની ઉંમરથી જ વોલીબોલમાં રસ દાખવ્યો હતો. સતત મહેનત, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન તેમજ રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે તેઓ ભારતીય ટીમ સુધી પહોંચ્યા છે.તેમણે અનેક ટુર્નામેન્ટમાં ગુજરાતનું સફળ પ્રતિનિધિત્વ કર્યું છે અને મહત્વપૂર્ણ મેચોમાં ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય વોલીબોલમાં ગુજરાતનું યોગદાન
એશિયન વોલીબોલ કોન્ફેડરેશન (AVC) દ્વારા આયોજિત આ દ્વિવાર્ષિક ચેમ્પિયનશિપમાં ખંડીય (કોન્ટિનેન્ટલ) ખિતાબ માટે 16 દેશોની ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ ૨૦૨૭ની FIVB ગર્લ્સ અંડર-19 વોલીબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એશિયાની ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે પણ કામ કરશે, જેમાં ટોચની ચાર ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.ભારતીય ટીમ થાઈલેન્ડમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે જેથી ટોચના ચારમાં સ્થાન મેળવીને 2027 FIVB ગર્લ્સ અંડર-19 વોલીબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ શકે. ગુજરાતની ત્રણ ખેલાડીઓની નેશનલ ટીમમાં પસંદગી દર્શાવે છે કે,આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય વોલીબોલમાં ગુજરાતનું યોગદાન વધુ રહ્યું છે.
સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત
રાજલ વાળાને ભારતીય મહિલા વોલીબોલ ટીમના કેપ્ટન તરીકે મળેલી જવાબદારી સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. તેમની સાથે રાજ્યની અન્ય બે ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી એ દર્શાવે છે કે ગુજરાત હવે માત્ર વેપાર અને ઉદ્યોગ માટે જ નહીં પરંતુ રમતગમત ક્ષેત્રે પણ દેશને પ્રતિભાશાળી ખેલાડીઓ આપી રહ્યું છે.આ સિદ્ધિ રાજ્યના યુવા ખેલાડીઓ માટે નવી પ્રેરણા છે. જો સતત મહેનત, યોગ્ય માર્ગદર્શન અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવામાં આવે તો આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવું અશક્ય નથી. સમગ્ર ગુજરાતને હવે આશા છે કે રાજલ વાળાના નેતૃત્વ હેઠળ ભારતીય મહિલા વોલીબોલ ટીમ નવી સિદ્ધિઓ હાંસલ કરશે અને દેશનું ગૌરવ વધારશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ