ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ED દ્વારા ધરપકડ, 48 કલાકમાં ઇન્કમટેક્સ અને EDના દરોડા
૯૨ વર્ષ જૂના અખબારની ઓફિસ પર EDની મોટી કાર્યવાહી : નાણાકીય ગેરરીતિની શંકા : કારણો અંગે સસ્પેન્સ યથાવત

ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહ EDના સકંજામાં

ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહ EDના સકંજામાં
ગુજરાતના અગ્રણી દૈનિક અખબાર ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી છેલ્લા ૪૮ કલાકમાં ગુજરાત સમાચાર અને જીએસટીવી ન્યૂઝની ઓફિસો પર ઇન્કમટેક્સ અને ED દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ કરવામાં આવી છે.IPOમાં કથિત ગેરરીતિઓ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ગુજરાત સમાચારના ડિરેક્ટર બાહુબલી શાંતિલાલ શાહની ધરપકડ કરવામાં આવી છે
વર્ષ 1932 સ્થપાયેલું અને છેલ્લા 92 વર્ષથી ગુજરાતી પત્રકારત્વમાં પોતાનું આગવું સ્થાન જાળવી રાખનાર ગુજરાત સમાચારનું મુખ્ય મથક અમદાવાદમાં છે. હાલમાં આ અખબારનું સંચાલન શ્રેયાંસભાઈ શાહ અને બાહુબલી શાહની માલિકી હેઠળ થાય છે.
અમદાવાદ ઉપરાંત આ અખબાર સુરતમાં પણ પોતાની શાખા ધરાવે છે અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મુંબઈ, મહેસાણા, ભૂજ અને વિદેશમાં ન્યૂ યોર્ક સુધી તેનું વિતરણ નેટવર્ક ફેલાયેલું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ દરોડા અને ત્યારબાદની ધરપકડ પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગ સંબંધિત તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હોવાની શક્યતા છે.
ગુરુવારે ગુજરાત સમાચાર દૈનિક બાહુબલી શાહની ઓફિસ અને માલિકોના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેના સહ-માલિક બાહુબલી શાહની ધરપકડ કરી. તેમને તબીબી તપાસ માટે VS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ શાહે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનો આગ્રહ રાખ્યો હતો. બાદમાં, તેમને તબીબી તપાસ માટે SG હાઇવે પર ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?