જાહેર દેવામાં ઘટાડા મામલે 21 મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાત પ્રથમ ક્રમે
ગુજરાતના કુલ ઘરેલુ ઉત્પાદન સામે દેવામાં છેલ્લાં 10 વર્ષમાં 4.5 ટકાનો ઘટાડો

NCAER રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સરેરાશ 10 વર્ષની પ્રાથમિક ખાધ GSDPના માત્ર 0.3 ટકા

NCAER રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સરેરાશ 10 વર્ષની પ્રાથમિક ખાધ GSDPના માત્ર 0.3 ટકા
ગુજરાતનું નાણાંકીય વ્યવસ્થાપન સારૂ હોવાનો નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)એ રિપોર્ટ આપ્યો છે. રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP) સામે માત્ર 18.2 ટકાના જાહેર દેવા સાથે ગુજરાત 21 મોટા રાજ્યોમાં સૌથી ઓછું દેવું ધરાવતા રાજ્ય તરીકે ઊભર્યું છે.
NCAERના રિપોર્ટ અનુસાર, ગુજરાતે કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન સામે જાહેર દેવાના ગુણોત્તરમાં છેલ્લા 10 વર્ષમાં 4.5 ટકા જેટલો ઘટાડો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “NCAERના અર્થશાસ્ત્રીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ જણાવતાં આનંદ થાય છે કે, ગુજરાતે કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન સામે જાહેર દેવાનાં ગુણોત્તરમાં 4.5% જેટલો ઘટાડો કર્યો છે. જે દેશના મોટા 21 રાજ્યોમાં સૌથી વધુ છે.
NCAER રિપોર્ટના આંકડા મુજબ ગુજરાતે નાણાંકીય શિસ્તમાં ઉત્કૃષ્ટ માપદંડ સ્થાપિત કરી લાંબાગાળાની આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરી છે. આ રિપોર્ટ અનુસાર વર્ષ 2022-23માં ગુજરાતનો કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન સામે જાહેર દેવાનો ગુણોત્તર 18.9% હતો. જે 2023-24માં ઘટીને 18.2% થયો છે. મોટાભાગના રાજ્યોના જાહેર દેવાના સ્તરમાં વધારો થયો છે. જ્યારે ગુજરાતમાં ઘટાડો થયો છે. ગુજરાતે 7.4 વર્ષની સરેરાશ પરિપક્વતા સાથે સ્ટેટ સિક્યોરિટીઝ પર 7.5% સરેરાશ વ્યાજદર જાળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની રાજકોષીય જવાબદારી અને આર્થિક વિકાસ માટે સંતુલિત અભિગમ દર્શાવે છે.
બેરી આઇચેનગ્રીન અને પૂનમ ગુપ્તાના NCAER વર્કિંગ પેપર ‘ધ સ્ટેટ ઑફ ધ સ્ટેટ્સ: ફેડરલ ફાઈનાન્સ ઇન ઈન્ડિયા’ મુજબ ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતનું દેવાનું સ્તર સ્ટેટ GDPના 20%થી ઓછું છે. જે પંજાબ (47.6%) જેવા રાજ્યોની સરખામણીમાં ઘણું ઓછું છે. જો સુધારા ન થાય તો રાજ્યો વચ્ચેની નાણાંકીય અસમાનતા વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)નો સ્ટેટ ફાઇનાન્સિસ રિપોર્ટમાં પણ ગુજરાતના મજબૂત નાણાંકીય વ્યવસ્થાપનનો ઉલ્લેખ કરાયો છે. આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝ કરતાં ગુજરાતનો તફાવત સૌથી ઓછો છે. તે રાજ્યના નાણાકીય સ્વાસ્થ્યમાં રોકાણકારોના મજબૂત વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. NCAER પેપરમાં 21 મુખ્ય રાજ્યોના દેવાના સ્તરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે,. જેમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના જાહેર દેવામાં ઘટાડો થયો છે. જ્યારે મોટાભાગના અન્ય રાજ્યોએ છેલ્લા દાયકામાં કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન સામે જાહેર દેવાના ગુણોત્તરમાં વધારો કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.