સાત જન્મો સુધી પણ RSS-ભાજપનો અંત નહીં આવે, મનસુખ વસાવાએ આપ્યો મહેશ વસાવાને જવાબ
મહેશ વસાવાના ભાજપમાંથી રાજીનામા બાદ, સાંસદ મનસુખ વસાવાએ તેને ઉતાવળિયું પગલું ગણાવ્યું...

મહેશ વસાવા ભાજપ અને RSS ને ખતમ ન કરી શકે : મનસુખ વસાવા

મહેશ વસાવા ભાજપ અને RSS ને ખતમ ન કરી શકે : મનસુખ વસાવા
ગુજરાતના રાજકારણમાં ફરીથી મોટો ખળભળાટ જોવા મળી રહ્યો છે. સોમવાર તારીખ 14 એપ્રિલના રોજ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માંથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. હવે આ ઘટના પર ભરૂચના લોકસભાના સભ્ય મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે આ બાબતે જણાવ્યું કે મહેશ વસાવાનું પક્ષ છોડવું એ એક ઉતાવળિયું પગલું છે.
મનસુખ વસાવાએ શું કહ્યું...
મનસુખ વસાવાએ મહેશ વસાવાના રાજીનામા વિશે પોતાનો મત આપતા કહ્યું કે, મહેશ વસાવા ભાજપમાં જોડાયાને હજી એક વર્ષ જ થયું છે. ભાજપમાં સામેલ થતા પહેલાં તેમણે પાર્ટીના ઘણા મોટા નેતાઓ સાથે વાતચીત કરી હતી અને અમારી વિચારસરણી વિશે સ્પષ્ટતા કરી હતી. અમે એક વર્ષ સુધી સાથે મળીને કામ પણ કર્યું હતું. પાર્ટીના સંગઠનની મીટિંગોમાં પણ તેમને બોલાવવામાં આવતા હતા, જેમાં તેઓ ઘણી વખત હાજર રહેતા તો ઘણી વખત ગેરહાજર પણ રહેતા. પરંતુ, તેમનું પાર્ટી છોડી દેવું એ એક ઉતાવળમાં લેવાયેલો નિર્ણય છે. તેમની નારાજગી ફક્ત બેઠકને લઈને નથી, પરંતુ તેનું કારણ કંઈક બીજું જ છે.
સાત જન્મો સુધી પણ RSS-ભાજપનો અંત નહીં આવે : મનસુખ વસાવા
આ ઉપરાંત, મનસુખ વસાવાએ મહેશ વસાવાની સોશિયલ મીડિયા પરની પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે, 'મહેશ વસાવા જો સાત વખત પણ જન્મ લે તો પણ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને ખતમ કરી શકે તેમ નથી.' ઉલ્લેખનીય છે કે, મહેશ વસાવાએ ભાજપ સાથેનો સંબંધ તોડ્યા પછી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, 'ડૉ. ભીમરાવ આંબેડકર જન્મજયંતિ પર તેમને કોટિ કોટિ વંદન. ભારતના પવિત્ર બંધારણના લેખકને ફક્ત ભારત રત્ન નહીં, પરંતુ ભારતનું અમૂલ્ય રત્ન માનવું જોઈએ. પરંતુ, હાલમાં મને ભારત બંધારણ પ્રમાણે ચાલતું દેખાતું નથી. હું ભારતના લોકોને જણાવવા માંગુ છું કે દલિત, ઓબીસી, મુસ્લિમ, ઈસાઈ, શીખ અને અન્ય ગરીબ તેમજ પછાત વર્ગ અમારી સાથે આવશે અને RSS અને ભાજપની વિચારધારાને સમાપ્ત કરીશું. આગળ ઘણી લડાઈ લડવાની છે અને આપણે લડીશું.'

ભરૂચના સાંસદે આ વિશે વધુ વાત કરતા જણાવ્યું કે, તેમણે લોકસભાની ચૂંટણીમાં અમને મદદ કરી હતી. પરંતુ, મહેશ વસાવા અને ભાજપની વિચારધારા એકબીજા સાથે મેળ ખાતી નહોતી એ એક સ્પષ્ટ વાત છે. દેશ અને ગુજરાતમાં જે પણ લોકો બીજી પાર્ટીઓમાંથી ભાજપમાં જોડાય છે, તેઓ મોટે ભાગે પોતાના અંગત સ્વાર્થ માટે જ આવતા હોય છે. પરંતુ, જ્યારે ભાજપની વિચારસરણી સાથે જોડાવાની વાત આવે છે ત્યારે તેમને ઘણી મુશ્કેલી પડે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.