ગુજરાત પોલીસ PSI ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર
૮૬૭૯ ઉમેદવારો થયા ક્વોલિફાઈડ; ૧૦૨૩ ઉમેદવારોને ૫ ફેબ્રુઆરીથી દસ્તાવેજ ચકાસણી માટે તેડું

PSI ની પરીક્ષાનું પરિણામ જાહેર

PSI ની પરીક્ષાનું પરિણામ જાહેર
ગુજરાતમાં ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા યુવાનો માટે ખુશખબર સામે આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ની ભરતી પ્રક્રિયાને લઈને અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લાખો ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના તબક્કાનું સમયપત્રક અને મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા વર્ષ 2024-25 ની બિનહથિયારી PSI ભરતી માટે હાથ ધરાયેલી આ પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી છે. ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આ ભરતી માટેની લેખિત પરીક્ષામાં કુલ ૧,૦૨,૯૩૫ ઉમેદવારો હાજર રહ્યા હતા.
પરીક્ષાના કડક નિયમો અનુસાર, પેપર-૧ ના પાર્ટ-A અને પાર્ટ-B બંનેમાં અલગ-અલગ ૪૦ ટકા ગુણ મેળવનાર ઉમેદવારોના જ પેપર-૨ (વર્ણનાત્મક) તપાસવામાં આવ્યા હતા. આવા કુલ ૪૯,૫૯૧ ઉમેદવારોના પેપરની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી અંતે ૮,૬૭૯ ઉમેદવારો પેપર-૨ માં પણ ૪૦ થી વધુ ગુણ મેળવીને સમગ્ર ભરતી પ્રક્રિયા માટે ક્વોલિફાઈડ ઠર્યા છે.
મેરિટ યાદી અને દસ્તાવેજ ચકાસણી (Document Verification)ભરતી બોર્ડ દ્વારા ઉપલબ્ધ ખાલી જગ્યાઓના આધારે એક મેરિટ યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં જે ઉમેદવારોએ ટોચનું સ્થાન મેળવ્યું છે, તેવા ૧,૦૨૩ ઉમેદવારોને પ્રથમ તબક્કે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાનો નિર્ણય લેવાયો છે. ક્વોલિફાઈડ થયેલા તમામ ઉમેદવારોની યાદી ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે.
મહત્વની તારીખો અને કોલલેટરદસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલા ઉમેદવારોએ નીચે મુજબની વિગતો ખાસ નોંધવી જોઈએ:
કોલલેટર ડાઉનલોડ: ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યાથી OJAS વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
ચકાસણીનો સમયગાળો: ૫ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી.
સ્થળ: ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ, ગાંધીનગર.
અનામત વર્ગના ઉમેદવારો સહિત તમામ પસંદ થયેલા ઉમેદવારોએ ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ તમામ અસલ દસ્તાવેજો અને તેની પ્રમાણિત નકલો સાથે હાજર રહેવાનું રહેશે. દસ્તાવેજ ચકાસણી દરમિયાન શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અનામત સંબંધિત પ્રમાણપત્રોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
લાંબી રાહ જોયા બાદ હવે PSI બનવા તરફનું આ અંતિમ મહત્વનું ડગલું હોવાથી ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી રહી છે. કરાઈ ખાતેના આ દસ્તાવેજ ચકાસણીના તબક્કા બાદ ટૂંક સમયમાં અંતિમ પસંદગી યાદી જાહેર કરવામાં આવશે તેવી શક્યતા છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.