ગુજરાતમાં મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરાયાનો દાવો
મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલના બદલે સીંગતેલનો ઉપયોગ કરાશેઃ શિક્ષણ મંત્રી

છેલ્લાં બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના પાછળ 2219.68 કરોડનો ખર્ચ કરાયો

છેલ્લાં બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના પાછળ 2219.68 કરોડનો ખર્ચ કરાયો
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાત વિધાનસભામાં બુધવારે ગૃહમાં મધ્યાહન ભોજન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જેમાં મધ્યાહન ભોજન પાછળ થતાં ખર્ચ અને ફેરફારો કરવા અંગે શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો હતો. હાલમાં મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરાયો હોવાનો શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે દાવો કર્યો હતો. જ્યારે મધ્યાહન ભોજનમાં હવેથી કપાસિયા તેલના બદલે સીંગતેલનો ઉપયોગ કરવાનું આયોજન હાથ ધરાયુ હોવાનું ડીંડોરે જણાવ્યુ હતુ. જો કે, ક્યારથી આયોજન શરૂ થશે તે જણાવાયુ નથી.
ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે કરાયેલા ખર્ચ અંગેની વિગતો આપતાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, 1 ફેબ્રુઆરી 2023થી 31 જાન્યુઆરી 2024 સુધીમાં રૂ. 1146.12 કરોડ અને 1 ફેબ્રુઆરી, 2024થી 31 જાન્યુઆરી, 2025 સુધીમાં રૂ. 1073.56 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.
બાળક દીઠ થયેલા ખર્ચની માહિતી આપતાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે, 1 ફેબ્રુઆરી, 2023થી 31 જાન્યુઆરી, 2024 સુધીમાં (ઘઉં-ચોખા) ઉપરાંત બાલવાટિકાથી ધોરણ 5ના બાળક માટે પ્રતિ માસ રૂ. 156.78 અને ધોરણ 6 થી 8 ના બાળક માટે પ્રતિ માસ રૂ. 220.22નો ખર્ચ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે 1 ફેબ્રુઆરી 2024થી 31 જાન્યુઆરી 2025 સુધીના એક વર્ષમાં અનાજ (ઘઉં-ચોખા) ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ 5 ના બાળક માટે પ્રતિ માસ રૂ.191.62 અને ધોરણ-6 થી 8ના બાળક માટે પ્રતિ માસ રૂ. 273નો ખર્ચ કરવામાં આવ્યો છે.
મંત્રીએ ઉમેર્યુ હતું કે, મધ્યાહન ભોજન માટેની મટિરિયલ કોસ્ટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હિસ્સો અનુક્રમે 60 ટકા અને 40 ટકાનો હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વધારા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 13 ફેબ્રુઆરી 2025ના ઠરાવથી રાજ્ય સરકાર દ્વારા પણ મટીરીયલ કોસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ નવા દર અનુસાર બાલવાટિકાથી ધોરણ 5 સુધીના પ્રતિ વિદ્યાર્થી રૂ. 6.19 અને ધોરણ 6 થી 8ના પ્રતિ વિદ્યાર્થી રૂ. 9.29 દૈનિક મટીરીયલ કોસ્ટ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે વધારાનાં ખાદ્યતેલ અને સુપોષિત ગુજરાત મિશન હેઠળ બાલવાટિકાથી ધોરણ 5 માટે રૂ. 2 અને ધોરણ 6 થી 8 માટે રૂ. 2.37 દૈનિક મટીરીયલ કોસ્ટ નક્કી કરી છે.
આગામી સમયના આયોજન અંગે ડિંડોરે જણાવ્યું હતું કે, હાલ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના પ્રતિ વિદ્યાર્થી માટે કુલ રૂ. 8.19 અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી દીઠ રૂ. 11.66 દૈનિક મટીરીયલ કોસ્ટ નક્કી કરવામાં આવી છે. નવા દર મુજબ મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે કપાસિયા તેલના બદલે સીંગતેલનો ઉપયોગ કરવાનું આયોજન હાથ ધરાયુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.