ઠાકોર સમાજ સામે ઝુકી સરકારઃ વિક્રમ ઠાકોર સહિત 300 કલાકારોને સરકારનું આમંત્રણ
વિધાનસભા ગૃહમાં બોલાવી કલાકારોનું સન્માન કરવામાં આવશેઃ હિતુ કનોડિયાને સોંપાઈ જવાબદારી

કેટલાક કલાકારોને બોલાવતાં વિક્રમ ઠાકોર સહિતના કલાકારોએ વિરોધ કરતાં થયો હતો વિવાદ

કેટલાક કલાકારોને બોલાવતાં વિક્રમ ઠાકોર સહિતના કલાકારોએ વિરોધ કરતાં થયો હતો વિવાદ
સુરેશ વણોલ, અમદાવાદ
આખરે ઠાકોર સમાજ સામે રાજ્ય સરકાર ઝુકી છે. વિક્રમ ઠાકોર સહિત 300 જેટલાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ કલાકારોને વિધાનસભામાં બોલાવી સન્માન કરવામાં આવનાર છે. આ માટે ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા અને ભાજપ સાંસ્કૃતિક સેલના જનક ઠક્કરને જવાબદારી સોંપવામાં આવી છે. 15 દિવસ અગાઉ કેટલાક કલાકારોને વિધાનસભામાં બોલાવી સરકારે સન્માન કર્યુ હતુ.
વિક્રમ ઠાકોરે વિરોધ કરી ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપવા બાબતે સંમેલન બોલાવતાં વિવાદ થયો હતો. વિક્રમ ઠાકોરને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ઠાકોર સમાજ અગ્રણી નવઘણજી ઠાકોર, કોંગ્રેસના નેતાઓ અને સામાજિક સંગઠનોએ વિરોધ કરતાં વિવાદ વધુ વકર્યો હતો.
ગુજરાતના લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરે રાજ્ય સરકાર દ્વારા ઠાકોર સમાજના કલાકારો અને અન્ય સમાજની અવગણના કર્યાના આક્ષેપો કર્યા હતા. વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી. હવે સરકારે સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઇને વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા આમંત્રિત કર્યા છે.
વિધાનસભા ગૃહમાં કલાકારોના સ્વાગત અને સન્માન માટે દરેક જિલ્લાઓમાંથી 300થી વધુ કલાકારોને આમંત્રિત કર્યા છે. રાજ્ય સરકારે વિક્રમ ઠાકોરને 26 અને 27 માર્ચે બંને દિવસ વિધાનસભામાં આમંત્રિત કર્યા છે. 26 માર્ચે વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, હિતેન કુમાર, મમતા સોની, મલ્હાર ઠાકર, યશ સોની, જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી, ભવ્ય ગાંધી સહિતના કલાકારોને આમંત્રિત કર્યા છે. જ્યારે 200 જેટલા અન્ય કલાકારોને 27 માર્ચે વિધાનસભામાં આમંત્રિત કરવામાં આવ્યા છે. દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ક્ષેત્રે જોડાયેલા લોકોને આમંત્રણ આપ્યુ છે.
વિવાદ બાદ હવે કલાકારોના આમંત્રણ મુદ્દે પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા અને ભાજપ સાંસ્કૃતિક સેલના ઈન્ચાર્જ જનક ઠક્કરને જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ જાણીતા કલાકારો ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આવતાં સન્માન કરવામાં આવ્યું હતું.
ઠાકોર સમાજના અને અન્ય સમાજના કલાકારોના સન્માનની અવગણનાને લઇ વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી ગાંધીનગરમાં સંમેલન યોજ્યુ હતુ. તેથી રાજ્ય સરકારે ઠાકોર અને ક્ષત્રિય સમાજના કલાકારોની નારાજગી દૂર કરવા નિર્ણય લીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.