ગુજરાતે GST વસૂલાતમાં સર્જ્યો ઇતિહાસઃ એપ્રિલ-2025માં ₹14,970 કરોડની આવક
આર્થિક મોરચે ગુજરાતનો 13% ગ્રોથ સાથે દેશમાં ત્રીજો ક્રમઃ મોટા રાજ્યોને પછાડ્યાં

ઉદ્યોગમિત્ર નીતિઓના પરિણામરૂપે રેકોર્ડ GSTની આવક નોંધાવી હોવાનો દાવો

ઉદ્યોગમિત્ર નીતિઓના પરિણામરૂપે રેકોર્ડ GSTની આવક નોંધાવી હોવાનો દાવો
ગુજરાતે GST વસૂલાતમાં ઈતિહાસ સર્જ્યો છે. દેશના નાણા મંત્રાલયે જારી કરેલા સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ-2025માં ગુજરાતની GST વસૂલાત વાર્ષિક ધોરણે 13 ટકાના ગ્રોથ સાથે ₹14,970 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે.
એપ્રિલ-2025માં દેશનું GST કલેક્શન વધીને રૂપિયા 2.37 લાખ કરોડે પહોંચી ગયુ છે. જે ગત વર્ષની તુલનામાં રૂપિયા 2.10 લાખ કરોડથી 12.6 ટકા વધુ છે. ગુરૂવારે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ-2024માં GST આવક રૂપિયા 2.10 લાખ કરોડ હતી. જે 1 જુલાઈ 2017ના રોજ નવી કર વ્યવસ્થા અમલમાં આવ્યા પછીનું બીજું સૌથી મોટું કલેક્શન છે. એપ્રિલ-2025માં સ્થાનિક વ્યવહારોમાંથી GST વસૂલાત 10.7 ટકા વધીને રૂ. 1.9 લાખ કરોડ થઈ છે. આયાતી માલમાંથી આવક 20.8 ટકા વધીને રૂપિયા 46,913 કરોડે પહોંચી છે.
રાજ્યમાં GST કલેક્શનમાં ગત વર્ષની તુલનામાં 13 ટકાનો વધારો
ગુજરાતનું એપ્રિલ-2025માં GST કલેક્શન ₹14,970 કરોડ થયું છે. એપ્રિલ-2024ના ₹13,301 કરોડની સરખામણીએ 13 ટકાનો વધારો થયો છે. GST કલેક્શન મામલે ગુજરાત મહારાષ્ટ્ર (₹41,645 કરોડ) અને કર્ણાટક (₹17,815 કરોડ) પછી દેશમાં ત્રીજા ક્રમે છે. GST કલેક્શનના ગ્રોથની દ્રષ્ટિએ જોઇએ તો એપ્રિલ 2024માં મહારાષ્ટ્રનો ગ્રોથ 13 ટકા હતો. જે એપ્રિલ-2025માં ઘટીને 11 ટકા થયો છે. જ્યારે ગુજરાતે 13 ટકાનો પોતાનો ગ્રોથ જાળવી રાખ્યો છે. નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાતે GSTમાંથી ₹73,281 કરોડ રૂપિયાની આવક પણ પ્રાપ્ત કરી હતી. નાણાંકીય વર્ષ 2023-24ના ₹64,133 કરોડની સરખામણીએ 14 ટકાનો વધારો થયો છે.
GST કલેક્શનમાં મોટા રાજ્યો કરતા ગુજરાત આગળ
ગુજરાતે ₹14,970 કરોડનું રેકોર્ડ GST કલેક્શન કરીને તમિલનાડુ (₹13,831 કરોડ), મધ્યપ્રદેશ (₹5,302 કરોડ), પશ્ચિમ બંગાળ (₹8,188 કરોડ), રાજસ્થાન (₹6,228 કરોડ), ઉત્તરપ્રદેશ (₹13,600 કરોડ), પંજાબ (₹3,104 કરોડ), હરિયાણા (₹14,057 કરોડ) અને બિહાર (₹2,290 કરોડ) કરતાં આગળ રહ્યું છે. નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશમાં 66 ટકા, નાગાલેન્ડમાં 42 ટકા અને મેઘાલયમાં 50 ટકાનો ગ્રોથ થયો છે. જ્યારે લક્ષદ્વીપે 287 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે ભારત સરકારે એપ્રિલ 2025માં ₹2,36,716 કરોડની રેકોર્ડ GST આવક પ્રાપ્ત કરી છે. જે ગયા વર્ષની સરખામણીએ 12.6 ટકા વધુ છે. ગુજરાતનો GST વસૂલાતનો ગ્રોથ રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ છે.
વર્ષ 2017માં GST લાગુ થયો
કેન્દ્ર સરકારે કર પ્રણાલીને સરળ બનાવવા 1 જુલાઈ 2017થી માલ અને સેવા કર (GST) અમલમાં મુક્યો હતો. GST પરોક્ષ કર છે. જે માલ અને સેવાઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર લાગુ થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.