ગુજરાતમાં સ્લીપર સેલ ઊભું કરવાનો મનસૂબો નાકામ
ગુજરાત અને મધ્યપ્રદેશમાં ATS ના દરોડા, જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા

જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા

જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા
Gujarat ATS Busts JeM Terror Module: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા આજે દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરવાના એક ખૂબ જ મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પવિત્ર જગન્નાથ રથયાત્રાના માત્ર 13 દિવસ પહેલાં જ એટલે કે આજે 3 જુલાઈએ સુરક્ષા એજન્સીઓને મળેલી ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે એકસાથે દરોડા પાડીને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સક્રિય રીતે જોડાયેલા 8 આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એટીએસની અલગ-અલગ ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને તમામ આરોપીઓને દબોચી લેવાયા છે, જેના પગલે બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી ઝડપાયેલા આતંકીઓની સંપૂર્ણ વિગત
ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા આરોપીઓની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે, જેઓ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાંથી ઓપરેશન દરમિયાન ઝડપાયા છે. પકડાયેલા શખ્સોના નામ, ઉંમર અને રહેઠાણની વિગત નીચે મુજબ છે:
19 વર્ષીય અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)
30 વર્ષીય ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)
22 વર્ષીય મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)
21 વર્ષીય ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (રહે. ખાડિયાસણી, સિદ્ધપુર, પાટણ)
40 વર્ષીય મુફ્તી ફૌજાન ઈસ્માઈલ દાઉવા (રહે. ખાડિયાસણી, સિદ્ધપુર, પાટણ)
21 વર્ષીય મોહમ્મદ અમીન શેરા(રહે. ખાડિયાસણી, સિદ્ધપુર, પાટણ)
22 વર્ષીય મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી (રહે. અંભેટા, ચીખલી, નવસારી)
18 વર્ષીય બિલાલ દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (રહે. વારસી નગર, દેવાસ, મધ્ય પ્રદેશ)
સ્લીપર સેલ અને આતંકી માળખું ઊભું કરવાનો હતો મનસૂબો
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, જૈશ-એ-મોહમ્મદના આ સક્રિય સભ્યો લાંબા સમયથી સંગઠન વતી ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા. તેઓ સ્થાનિક સ્તરે યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમજ ગુજરાત રાજ્યમાં સંગઠનના નેટવર્ક અને સ્લીપર સેલના માળખાને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. અલગ-અલગ વિસ્તારોમાં આતંકી સંગઠન સક્રિય કરીને તેઓ કોઈ મોટી આતંકવાદી પ્રવૃત્તિ અને દેશવિરોધી કૃત્યોને અંજામ આપવાની ફિરાકમાં હતા.
એટીએસની સઘન પૂછપરછ શરૂ
જોકે, તેઓ પોતાના મનસૂબામાં કામયબ થાય તે પહેલા જ એટીએસની ટીમોએ અત્યંત ગુપ્તતાપૂર્વક ઓપરેશન લાઈવ કરીને તમામની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આ તમામ આરોપીઓ સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ કરવાના અને આતંકવાદી નેટવર્ક સાથે સીધા સંપર્કમાં હોવાના ગંભીર ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં એટીએસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ટોળકીના અન્ય સભ્યો, ઇન્ટરનેટ મોડ્યુલ અને ભંડોળના સ્ત્રોત અંગે આગળની સઘન પૂછપરછ અને તપાસનો દોર ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં આગામી સમયમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ