ગુજરાતના મુખ્યમંત્રીએ શિક્ષક દિવસ પર 'શિક્ષક કલ્યાણ નિધિ'નું દાન કર્યું
તેમણે તેમના સત્તાવાર નિવાસસ્થાને શાળાના વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો

image by 'Shikshak Kalyan Nidhi'

image by 'Shikshak Kalyan Nidhi'
ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેબરએ શિક્ષક દિને ગુરુવર્યોના સમજદાયિત્વનો ઋણસ્વીકાર કરતા શિક્ષ કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સનાં બાળકો પહોંચ્યાં હતાં.
આજીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.સર્વપલ્લી રાધકૃષ્ણનની જન્મ જયંતિ તારીખ પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વ્યક્તિ અને સમાજ ઘડતરમાં શિક્ષકોના પ્રદાનનું ઋણ સ્વીકાર કરતાં સૌ આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળા રૂપે સ્વૈચ્છિક યોગદાન આપે છે.
મુખ્યમંત્રી એ ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સહજ સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન કર્યું હતું. આ સમયે જિલ્લા કલેકટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી જે.બી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઈ પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારી પિયુષ પટેલ તથા અન્ય અધિકારીઓ અને શાળાના શિક્ષકો પણ જોડાયા હતા.
- POOJA
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના ઉદ્યોગજગતમાં આવકવેરા વિભાગનો મોટો સપાટો! મુંબઈ અને સુરતમાં એકસાથે અકાય ઈન્ડસ્ટ્રીઝ અને શ્રી અરિહંત ડાયકેમનાં અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા.

ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક સામે ગુજરાત ATSનો મોટો સપાટો! વડોદરાના જરોદ બસ સ્ટેન્ડ પાસે કારને રોકતાં જ અંદરથી મળી ઘાતક AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ!

ગુજરાતમાં આગામી 7 દિવસ ઠંડી વધશે કે પછી તાપમાન યથાવત્ રહેશે? અરબી સમુદ્રમાં બે વેધર સિસ્ટમ સક્રિય હોવા છતાં હવામાન વિભાગે કરી મોટી આગાહી!