RATHAYATRA : પહેલી વાર ભગવાનને અપાયું ગાર્ડ ઓફ ઓનર, રથયાત્રાનો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથ ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથ ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથ ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો
આજે અમદાવાદના હૃદયસ્થળેથી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભવ્યતાથી પ્રારંભ થઇ ગઈ છે. સવારથી જ ભક્તોની ભારે ભીડ મંદિરે ઉમટી પડી છે અને મંગળા આરતી સાથે રથયાત્રાનો શુભારંભ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે જમાલપુર મંદિરે હાજર રહી ભગવાનના દર્શન કરી આરતીમાં સહભાગી બન્યા હતા.
આ વર્ષે ખાસ વાત એ છે કે પ્રથમ વખત ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે, જે ભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું અનોખું સંયોજન છે. રથયાત્રામાં 18 ગજરાજ, 101 સાંસ્કૃતિક ઝાંખીઓ દર્શાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજા જોડાયા છે. સમગ્ર યાત્રામાં ભક્તિ અને સાંસ્કૃતિક ઊર્જાનો મિલન જોવા મળે છે.
વિશેષ વાત એ છે કે હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રથી લગભગ 2,500 સાધુ-સંતો પણ આ યાત્રામાં જોડાયા છે.
પરંપરા પ્રમાણે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બિરાજમાન થઈ શહેરના નગરચર્યાએ નીકળી ગયા છે. પ્રથમ રથ ચાલું વર્ષે 6:56 વાગ્યે નીકળ્યો હતો, જે 10 મિનિટ વહેલો સમય છે. વિશેષ રૂપે વરસાદની અમી છાંટણા વચ્ચે યાત્રાની શરુઆત થયેલી હોય, ભક્તિનો ઉમંગ વધુ ગાઢ બની રહ્યો છે.
પ્રથમ રથના પ્રસ્થાન પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી હતી. પોલીસતંત્રએ સમગ્ર યાત્રા માર્ગે કડક સુરક્ષા ગોઠવી છે જેથી ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે.
ભગવાન જગન્નાથજીનું પરંપરાગત મામેરું સરસપુર ખાતે ઉજવાશે, જ્યાં લાખો ભાવિકો ભોજનમાં જોડાશે અને પછી યાત્રા વિધિવત્ રીતે પાછી નીજ મંદિર તરફ રવાના થશે.
આ પણ વાંચો-- Ahmedabad rathyatra :PM મોદીએ જાળવી પરંપરા જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?