સરકારી કર્મચારીઓએ ડિજિટલ એટેન્ડન્સનો શા માટે કર્યો વિરોધ?
ગુજરાત સચિવાલય ફેડરેશન અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનો ફરજિયાત અમલ સામે વાંધો

સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો...

સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો...
સુરેશ વણોલ, અમદાવાદ
રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી ગાંધીનગરના નવા અને જૂના સચિવાલય, ઉદ્યોગ ભવન, કર્મયોગી ભવન તેમજ જિલ્લાની કલેક્ટર અને ડીડીઓ કચેરીઓમાં ડિજિટલ એટેન્ડન્સ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર કરીને તેનો 1 ફેબ્રુઆરીથી અમલ કરવા તાકીદ કરી છે. રાજ્ય સરકારના આ નિર્ણયનો સરકારી કર્મચારીઓના સંગઠનોએ વિરોધ કર્યો છે. મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પત્ર લખી કર્મચારીઓને વિશ્વાસમાં લીધા વગર એકતરફી નિર્ણય જાહેર કર્યો હોવાનો કર્મચારી સંગઠનોએ આક્ષેપ કરી હાજરી પૂરવા માટે હાલની વ્યવસ્થા યથાવત રાખવા માંગ કરી છે.
મહત્વપૂર્ણ છે કે, સરકારી કચેરીઓમાં અધિકારી-કર્મચારીઓની હાજરીની નિયમિતતાનું અસરકારક મોનિટરિંગ થઇ શકે અને મોડા આવતા કર્મીઓ ઉપર નિયંત્રણ રહે તે માટે 1 ફેબ્રુઆરી 2025થી નવી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમની વ્યવસ્થાનો અમલ કરવાની સામાન્ય વહિવટ વિભાગે સંબંધિત વિભાગોને સૂચના આપી છે. તેવા સમયે કર્મચારી સંગઠનોએ ડિજિટલ એટેન્ડન્સ ફરજિયાત કરવા મુદ્દે વિરોધ કરતાં સામાન્ય વહિવટ વિભાગ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.