બિલ્ડર અને રિઅલ એસ્ટેટ લોબી સામે સરકાર ઝુકી : નવી જંત્રીનો આજથી અમલ નહીં
નવેમ્બર-2024 માં મુસદ્દો જાહેર કરી રાજ્ય સરકારે જંત્રી દર વધારવા નિર્ણય કર્યો હતો

જંત્રીના દર નહી વધવાના કારણે ખેડૂતોને સંપાદિત થનાર જમીનોના ઉંચા ભાવ નહી મળે

જંત્રીના દર નહી વધવાના કારણે ખેડૂતોને સંપાદિત થનાર જમીનોના ઉંચા ભાવ નહી મળે
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાતમાં 1 એપ્રિલથી જંત્રીના નવા દર લાગુ કરવામાં આવનાર હતા. પરંતુ, રાજ્ય સરકાર બિલ્ડર લોબી અને રિઅલ એસેટેટ સાથે સંકળાયેલા લોકો સામે ઝુકી ગઈ હોય તેમ હાલ પૂરતાં નવા દર લાગુ કરવાનું મોકૂફ રાખ્યુ છે. જંત્રીના દર સાયન્ટિફિક નહીં લાગે ત્યાં સુધી અમલમાં મૂકવામાં નહી આવે તેવું કારણ રાજ્ય સરકારે આપ્યું છે.
નવેમ્બર-2024 માં જંત્રી દર બમણા કરવાનો મુસદ્દો બનાવીને તેને અમલમાં મૂકવા માટે રાજ્ય સરકારે તૈયારી કરી હતી. જંત્રી દર બમણા થવાની જાહેરાતથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો. પરંતુ, બિલ્ડર લોબી અને રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોમાં ફાળ પડી હતી. બિલ્ડર લોબી અને રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોએ મુખ્યમંત્રીને મળી જંત્રીના નવા દર અમલી નહી બનાવવા રજૂઆત કરી હતી. જ્યારે ખેડૂતોને નવા જંત્રી દરનો તાત્કાલિક અમલ કરવા માગ કરતાં આવેદનપત્રો પાઠવ્યા હતા.
ખેડૂતો અને બિલ્ડર લોબીની રજૂઆતમાં રાજ્ય સરકારે બિલ્ડર લોબીનો પક્ષ રાખ્યો હોય તેમ લાગી રહ્યું છે. ખેડૂતોની રજૂઆતને ફગાવી બિલ્ડર લોબીએ કરેલી રજૂઆતને ગ્રાહ્ય રાખી 1 એપ્રિલથી જંત્રીના નવા દર અમલી નહી બનાવવાનો નિર્ણય કરાયો છે. 1 એપ્રિલથી નવી જંત્રીના દર અમલમાં આવવાના ભયથી રાજ્યભરમાં મિલકતના દસ્તાવેજોની સંખ્યામાં જંગી વધારો થયો હતો. અમદાવાદવા એસ.જી. હાઇવે અને ગાંધીનગરના મોટેરા વિસ્તાર જેવા સ્થળોમાં દસ્તાવેજો નોંધાવવાની સ્પીડ વધી ગઈ હતી. રાજ્ય સરકારે જંત્રીના દર સાયન્ટિફિક નહીં લાગે ત્યાં સુધી તેને અમલમાં મૂકવામાં આવશે નહીં તેવું કારણ આપીને જંત્રીના નવા દર લાગુ કરવાનું મોકૂફ રાખ્યું છે.
રાજ્યમાં સૂચિત નવી જંત્રીના દરોની જાહેરાત પછી બિલ્ડર લોબી તેમજ સામાન્ય નાગરિકોમાં ભારે વાંધાઓ ઉઠ્યા હતા. ઓનલાઈન અને ઓફલાઈન રજૂઆતોમાં બિલ્ડરોએ જંત્રીના દર ઘટાડવાની માગ કરી હતી. જ્યારે ખેડૂતોએ જંત્રી દર વધારવાની માગ કરી હતી. મહેસૂલ વિભાગે તમામ જિલ્લાઓમાંથી સમિતિઓના રિપોર્ટ મંગાવ્યા બાદ જાણવા મળ્યું કે, 6 હજારથી વધુ વાંધા-સૂચનો જંત્રીના દર ઘટાડવા માટે રજૂ થયા હતા. 1,700 જેટલા સૂચનો જંત્રીના દર વધારવા માટે થયા હતા. દાહોદ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ડેટા હજુ અધૂરા છે. આ તમામ મુદ્દાઓને લઈ રાજ્ય સરકારે નવેસરથી વિચારણા કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.
મહેસૂલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, બિલ્ડર લોબી રાજ્ય સરકાર પર દબાણ બનાવી રહી છે કે મકાનોના ભાવ વધતાં રિયલ એસ્ટેટમાં મંદી છે. તેથી જંત્રીના દરમાં ફેરફાર કરી વૈકલ્પિક રસ્તો અપનાવવો જોઈએ. જંત્રી દર વધવાની શક્યતાએ સ્ટેમ્પ પેપરની ખરીદીમાં વધારો થયો હતો.
મુખ્યમંત્રી કક્ષાએ મંજૂરી મળ્યા બાદ જ નવી જંત્રી જાહેર કરવામાં આવનાર છે. સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જંત્રીના નવા દર સાયન્ટિફિક ગણાશે ત્યારે જ તેને અમલમાં મૂકવામાં આવશે. હાલની સ્થિતિમાં જંત્રીના દરમાં વધારો ન થતાં નવી મિલકત ખરીદવા ઈચ્છતાં લોકોને રાહત થઈ છે. જ્યારે રિયલ એસ્ટેટ, બિલ્ડર લોબી અને રોકાણકારો માટે જંત્રીના સુધારેલા નવા દર જાહેર થવા સુધીની સ્થિતિ અવલોકન કરવા જેવી બની ગઈ છે. રાજ્ય સરકાર હવે બાકી રહેલા જિલ્લાઓમાંથી સમિતિઓના રિપોર્ટ મેળવ્યા બાદ પોકેટ-વાઇઝ દરની સમીક્ષા કરી અમલમાં મૂકવા અંગે નિર્ણય લેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.