અમદાવાદમાં ગેસ રિફિલિંગ સૌથી મોટું કૌભાંડ
રિવરફ્રન્ટ પર ધમધમતા કૌભાંડમાં દરરોજ 100થી વધુ બોટલોની હેરાફેરી

ગેસ રિફિલિંગ સૌથી મોટું કૌભાંડ

ગેસ રિફિલિંગ સૌથી મોટું કૌભાંડ
અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઈસ્ટ પાસે આવેલા ખોડીયાર નગર નજીક મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાનું મોટું કૌભાંડ સતત ચાલી રહ્યું છે. જ્યાં ઇન્ડેન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓના ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરવાનું કામ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ખોડીયાર નગરમાં ગેસ એજન્સીઓ સાથે કામ કરતા વ્યક્તિઓ રહે છે અને ગેસ સિલિન્ડરની ડીલેવરી કરતી લોડીંગ રીક્ષાઓના માલિકો પણ રહે છે. જે રિક્ષાઓમાં ગ્રાહકોને આપવાનો ગેસ સિલિન્ડર ત્યાં લાવીને તેમાંથી ગેસની ચોરી કરે છે. અગાઉ આ જગ્યાએ પોલીસ તેમજ અન્ય એજન્સીઓએ દોરડો પાડીને કાર્યવાહી કરી હતી. પરંતુ ગેરકાયદેસર કૌભાંડ ચલાવતા તત્વો બે રોકટોક રીતે ફરીથી સક્રિય થયા છે. આ પુરા કૌભાંડમાં કેટલા ગેસ એજન્સીના માણસો પણ સંકળાયેલો હોવાનું જાણવા મળે છે. આ બાબતે ગેસ એજન્સીઓએ પણ અગાઉ તપાસ કરી હતી અને કેટલાક કર્મચારીઓને છૂટા કરીને કાર્યવાહી પણ કરી હતી પરંતુ ખોડીયાર નગર પાસે ચાલતું ગેસ ચોરીનું કૌભાંડ હજી અટક્યું નથી.
સૂત્ર જણાવ્યા મુજબ બજારમાં રૂપિયા 810 માં મળતો ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે 1500 રૂપિયાથી 2000 રૂપિયામાં આપવામાં આવે છે. આ માટે ગેસ એજન્સી સાથે સંકળાયેલા લોકો એક-એક ગેસ સિલિન્ડરમાંથી એક કિલોથી દોઢ કિલો સુધીનો ગેસ ચોરી કરીને ખાલી સિલિન્ડરમાં ભરે છે. આમ પ્રતિદિન આ જગ્યાએથી 50 થી 100 સિલિન્ડર ગેરકાયદેસર રીતે સપ્લાય કરવામાં આવે જો આ બાબતે તપાસ કરવામાં આવે તો અનેક મોટા નામના ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ