ગાંધીનગર: બગીચામાં ચાલતું ગાંજાનું નેટવર્ક ઝડપાયું
ઇલેક્ટ્રિક ઓફિસની પાછળ બેસીને કરતા હતા કારોબાર; ANTF એ 3 ની કરી ધરપકડ

બગીચામાં ચાલતું ગાંજાનું નેટવર્ક ઝડપાયું

બગીચામાં ચાલતું ગાંજાનું નેટવર્ક ઝડપાયું
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નશાના વધતા જતા પ્રચલન સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)એ લાલ આંખ કરી છે. સેક્ટર-24 વિસ્તારમાં આવેલા જાહેર બગીચામાં ઇલેક્ટ્રિક ઓફિસની પાછળ બેસીને ગાંજાનું વેચાણ અને સેવન કરતા શખ્સો પર ANTFની ટીમે મોડી રાત્રે ત્રાટકીને ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે.
ANTFને ચોક્કસ બાતમી મળી હતી કે, સેક્ટર-24 માં બાપા સીતારામ આશ્રમની મઢુલી સામેના બગીચામાં કેટલાક શખ્સો ગાંજાની પડીકીઓનું વેચાણ કરી રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે બગીચાને કોર્ડન કર્યો હતો. પોલીસને જોતા જ આરોપીઓ ભાગવા લાગ્યા હતા, જેમાં પ્રકાશ ઉર્ફે પકો નામનો શખ્સ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો, જ્યારે મનીષ વાઘેલા, રોનક રાવળ અને એક કિશોર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
પોલીસે સ્થળ પરથી મળી આવેલા વનસ્પતિજન્ય પદાર્થનું FSL દ્વારા પરીક્ષણ કરાવતા તે ગાંજો હોવાનું સાબિત થયું હતું. પોલીસે 133 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ₹22,880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા શખ્સોની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, તેઓ વડનગરના પ્રકાશ ઠાકોર અને ભાવેશ સોલંકી પાસેથી ગાંજાનો જથ્થો લાવીને ગાંધીનગરમાં છૂટક વેચાણ કરતા હતા. હાલમાં પોલીસે ફરાર થયેલા પ્રકાશ રાણા સહિત અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ તેજ કરી છે.
છેલ્લા થોડા સમયમાં ગિફ્ટ સિટી અને સેક્ટર-4 બાદ હવે સેક્ટર-24 માંથી માદક પદાર્થો ઝડપાતા ગાંધીનગરમાં નશાનું દૂષણ વધી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
SOG, LCB અને હવે ANTFની સતત કાર્યવાહીથી નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.