ગાંધીનગર: સચિવાલય ગેટની બહાર પોલીસનું ચેકિંગ, મોટભાગના કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગરના મળ્યા
હેલ્મેટ પહેર્યા વગરના કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી

હેલ્મેટને લઈ સઘન ચેકિંગ

હેલ્મેટને લઈ સઘન ચેકિંગ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાવવા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી.જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 19 ઓક્ટોબર, 2024ના રોજ પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાયદાનો આજથી જ અમલ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતભરની સરકારી કચેરીમાં પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ રહી છે. ગાંધીનગર સચિવાલય ગેટ બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં અનેક હેલ્મેટ વગરના કર્મચારીઓ દંડાયા હતા.
ગાંધીનગર સચિવાલય ગેટની બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઓફિસ કલાકમાં પોલીસ દ્વારા સચિવાલયના ગેટની બહાર કાર્યવાહી કરવામાં આવતાં ઘણા-ખરા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગરના મળ્યા હતાં, જેમની સામે નિયમ મુજબ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી. જોકે સરકારે પરિપત્રને લીધે જે-તે વિભાગના વડાઓએ પોતાના કર્મચારીઓને અગાઉથી જ સૂચનાઓ મોકલી આપવામાં આવી હતી, એને લઈને મોટા ભાગના કર્મચારીઓ આજે હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા.
બીજી તરફ પોલીસ દ્વારા 25મી ઓક્ટોબર સુધી ખાસ ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવી છે. જે અન્વયે શહેરના મહત્ત્વના સર્કલ, હાઇવે-રોડ પર પણ પોલીસ સઘન ચેકિંગ કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી રહી છે.
આ સાથે રાજકોટ મહાનગરપાલિકા સહિતની સરકારી કચેરીઓ ખાતે સવારથી જ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડની ટીમો તહેનાત કરવામાં આવી હતી. મનપા કચેરીએ આવતા તમામ વાહનચાલકોને રોકવામાં આવ્યા હતા તેમજ અરજદારોને છોડી સરકારી નોકરી કરતા કોર્પોરેશનના હેલ્મેટ પહેર્યા વિના આવેલા કર્મચારીઓ પાસેથી સ્થળ પર જ રૂ. 500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ટ્રાફિક-પોલીસ દ્વારા હેલ્મેટ વગરના કર્મચારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવતાં ક્યાંક કચવાટ જોવા મળ્યો હતો. જોકે પોતે સરકારી કર્મચારી હોવાથી કંઈપણ બોલ્યા વિના તમામ લોકોએ નિયમ મુજબ દંડ ભર્યો હતો, સાથે હવેથી હેલ્મેટ પહેરી વાહન ચલાવવાની ખાતરી આપી હતી. સરકાર દ્વારા સૌપ્રથમ સરકારી કર્મચારીઓ માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં સામાન્ય લોકો માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે એવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ