Pahalgam Terror Attack : ત્રણેય ગુજરાતી મૃતકોના આજે અંતિમસંસ્કાર, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
જય શ્રીરામના નામ સાથે અંતિમયાત્રા નીકળી

પહેલગામ આતંકી હુમલાના મૃતકોના આજે અંતિમસંસ્કાર

પહેલગામ આતંકી હુમલાના મૃતકોના આજે અંતિમસંસ્કાર
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત કૂલ 27 લોકોના મોત નિપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરતના શૈલેષ કળથિયાના મૃતદેહને રાત્રે સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યારે ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા અહીંથી ભાવનગર લઈ જવામાં આવ્યા હતા.
આજે બે લોકોના ભાવનગરમાં અને એકનો સુરતમાં અતિમ સંસ્કાર કરાશે. કળિયાબિડ સ્થિત નિવસસ્થાનેથી નીકળી અંતિમયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાયા. અંતિમ યાત્રામાં જયશ્રી રામના નારા લાગ્યા.
પહલગામ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ગમ અને આક્રોશનો માહોલ છે ત્યારે મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક બોલાવાઈ છે. રાહુલ ગાંધી અમેરિકાનો પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા છે અને આજે બેઠકમાં હાજરી આપશે. મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળનારી CWCની બેઠકમાં પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલાનો સંપૂર્ણ કડકાઈથી સામનો કરવા માટે દેશની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરશે અને ગુનેગારો તેમજ સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહી માટે અવાજ ઉઠાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.