વોર્ડ ઓફિસરને લાફો મારનારા વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયરને 6 માસની કેદની સજા
2014માં દબાણ હટાવવા ગયેલા વોર્ડ ઓફિસરને લાફો મારી સરકારી ફરજમાં રુકાવટ ઉભી કરી હતી

2014માં દબાણ હટાવવા ગયેલા વોર્ડ ઓફિસરને લાફો મારી સરકારી ફરજમાં રુકાવટ ઉભી કરી હતી

2014માં દબાણ હટાવવા ગયેલા વોર્ડ ઓફિસરને લાફો મારી સરકારી ફરજમાં રુકાવટ ઉભી કરી હતી
વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ પટેલ મુક્તિને 6 મહિનાની કેદની સજા ફટકારાઈ છે. પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ પટેલ મુક્તિએ દબાણ હટાવવા ગયેલા વોર્ડ ઓફિસરને લાફા માર્યો હતો. 2014માં આ બનાવ બન્યો હતો અને ત્યારે વોર્ડ ઓફિસર જગમાલ નંદાણીયાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેનો કેસ ચાલી જતાં અદાલતે યોગેશ પટેલ મુક્તિને 6 મહિનાના કેદની સજા ફટકારી હતી.
વડોદરામાં વર્ષ 2014 માં કારેલીબાગમાં વુડા સર્કલથી અમીત નગર સુધી દબાણ હટાવવા ગયેલા વોર્ડ ઓફિસરને પૂ્ર્વ ડેપ્યુટી મેયર યોગેશ પટેલ મુક્તિએ લાફો માર્યો હતો. એલ એન્ડ ટી સર્કલ પાસે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ તથા પોલીસ કર્મચારીઓ ફૂટપાથ ઉપરના દબાણ દૂર કરવાની કામગીરીમાં હતા. તે સમયે ભાજપના કોર્પોરેટર આરોપી યોગેશ ડાહ્યાભાઈ પટેલ (મુક્તિ) (રહે- શિવા શિવ ટેનામેન્ટ, સમા સાવલી રોડ, કારેલીબાગ, વડોદરા) સ્થળ પર પહોંચ્યા હતા અને લારી તથા ગલ્લા વગેરે વાહનોમાંથી ઉતરાવી હોબાળો મચાવી ફરિયાદી સાથે ઝપાઝપી કરી હતી અને વોર્ડ ઓફિસરને લાફો ઝીંકી પાલિકાની દબાણની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી.
આ મામલે કારેલીબાગ પોલીસ મથકે આઈપીસી 332, 186 મુજબ ગુનો નોંધાયો હતો. જે અંગેના કેસની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એસ.શેખની અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એ.પી.પી. ડી.એમ.પરમાર અને આરોપી પક્ષ તરફે ધારાશાસ્ત્રી એન.એ.સતપતીએ દલીલો કરી હતી. જેમાં ફરિયાદી પક્ષ તરફે 16 સાક્ષી અને 22 લેખીત/મૌખિક પુરાવા રજૂ કરાયા હતા.બચાવ પક્ષે દલીલો કરી હતી કે, ફરીયાદીને જાણવા મળેલ એટલે કે ફરીયાદીએ બનાવ નજરે જોયેલ નથી. લાયસન્સ કે દબાણ બાબતે કોઈ પુરાવો ન હતો.
આ મામલે ફરિયાદ પક્ષ તરફે દલીલો થઈ હતી કે, આરોપી વિરુદ્ધનો ગુનો ગંભીર છે. જેથી ગુનાની ગંભીરતા જોતા એક કોર્પોરેટર છે અને જાહેર સેવક હોય જેથી સમાજમાં દાખલો બેસે તેવી પૂરેપૂરી સજા થવી જોઈએ.બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ અદાલતે નોંધ્યું હતું કે, આરોપી કોર્પોરેટર હોય તેઓ જ જો સરકારી કર્મચારી સાથે આ પ્રકારનો ગુનાહિત કૃત્ય કરશે તો શહેરમાં અને સમાજમાં આવા કૃત્યની ઘણી ગંભીર અસરો થાય છે. આરોપીના આવા કૃત્યને માફ કરવામાં આવે તો ભવિષ્યમાં પણ અન્ય લોકો દ્વારા આ પ્રકારના ગુનાહિત કૃત્યને ઉત્તેજન મળશે. અને સરકારી કર્મચારી પોતાની ફરજ નિર્ભયતાથી નિભાવી શકશે નહીં. બનાવ સમયે આરોપીની હાજરી બનાવવાળા સ્થળે છે. તથા સાહેદ જગમાલભાઈ સરમણભાઈ નંદાણીયાને લાફો મારેલ હોવાનું રેકર્ડ ઉપરથી ફલીત થાય છે. આમ, આરોપીએ સાહેદને આવી ઈજા પહોંચાડવાના ઈરાદાથી અથવા તેને વ્યથા થાય તેવો સંભવ હોવાનું જાણવા છતાં એટલે કે સ્વેચ્છાપુર્વક પહોંચાડી હોવાનું પુરવાર થાય છે. આમ, આરોપીને ઈ.પી.કો. કલમ-323 અન્વયે તકસીરવાન ઠેરવી છ માસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કરાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.