અમેરિકાની ચેતવણીના પગલે ગુજરાતના માછીમારો માટે TED લગાવવું ફરજિયાત કરાશે
ગુજરાત વિધાનસભામાં માછીમારી નિયમ-2003માં સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે

અમેરિકાની ચેતવણીના પગલે ગુજરાતના માછીમારો માટે TED લગાવવું ફરજિયાત કરાશે

અમેરિકાની ચેતવણીના પગલે ગુજરાતના માછીમારો માટે TED લગાવવું ફરજિયાત કરાશે
અમેરિકાએ આપેલી ચેતવણીના પગલે દરિયાઈ કાચબાના સંરક્ષણ માટે ગુજરાત વિધાનસભામાં માછીમારી નિયમ-2003માં સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. સુધારા વિધેયક મુજબ માછીમારોએ તેમની જાળમાં જાળમાં ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ (TED) ફરજિયાત લગાવવું પડશે. TEDની મદદથી દરિયાઈ કાચબા માછીમારીની જાળમાંથી ફસાયા વગર બહાર નીકળી શકશે.
વર્ષ 2018માં અમેરિકાની નેશનલ એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત લીધી હતી. જે તે સમયે તેમણે નોંધ્યુ હતુ કે, ભારતીય માછીમારી જાળમાં TED ન હોવાના કારણે દરિયાઈ કાચબાઓ તેમાં ફસાઈ જાય છે. જેના કારણે અનેક કાચબાઓને નુકસાન થયા છે. ત્યારબાદ અમેરિકાએ ચેતવણી આપી હતી કે જો TED ફરજીયાત ન બનાવવામાં આવે તો ભારતમાંથી માછલી, ઝીંગા અને અન્ય દરિયાઈ ખાદ્ય પદાર્થોની નિકાસ પર પ્રતિબંધ મૂકાશે.
અમેરિકાની ચેતવણીને ગંભીરતાથી લઈને ગુજરાત સરકાર હવે વિધાનસભાના બજેટ સત્રમાં માછીમારી નિયમ-2003માં સુધારા વિધેયક રજૂ કરી રહી છે. આ સુધારા હેઠળ TED લગાવવાનું ફરજિયાત કરાશે. પર્યાવરણ અને દરિયાઈ જીવનના સંરક્ષણના હેતુથી નિયમમાં સુધારો કરવામાં આવશે. દરિયાઈ કાચબા પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોવાથી સુધારો જરૂરી બન્યો છે.
માછીમારીમાં TED ફરજિયાત કરવાના નિર્ણયને પગલે રાજ્ય સરકારે ડ્રાફ્ટ તૈયાર કરીને માછીમારો પર થનારી અસરને ધ્યાનમાં રાખી વાંધા અને સૂચનો મંગાવ્યા હતા. પ્રસ્તાવિત સુધારા મુજબ, નિયમ-44માં ફેરફાર કરીને ટ્રોલ નેટમાં TED વગર માછીમારી કરવી ગેરકાયદે ગણાશે. કોઈ માછીમાર TED વગરની જાળનો ઉપયોગ કરે તો કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ભારતને ફીશરીઝ પ્રોડક્ટના બહિષ્કારની આપેલી ચેતવણીના પગલે કેન્દ્ર અને રાજ્ય સરકાર ચિંતામાં મૂકાઈ છે. આ ચેતવણીના પગલે ભારતને 25 હજાર તેમજ ગુજરાતને 1 હજાર કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે. દરિયાઈ ખાદ્ય પદાર્થોની નિકાસમાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે વિધાનસભામાં માછીમારી નિયમ-2003માં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે દરિયાઈ કાચબાનું સંરક્ષણ કરીને અમેરિકાના નિકાસ પરના પ્રતિબંધ ટાળી શકાશે. વર્ષ 2018માં પ્રતિબંધ મૂકાતાં માછીમારોને નુક્સાન થયું હતું માછલીની જાળમાં TED ન હોવાથી અમેરિકાએ ભારતમાંથી ઝિંગાની નિકાસ રોકી દીધી હતી. તેના કારણે ભારતની નિકાસમાં સીધો 5 હજાર કરોડનો વાર્ષિક ઘટાડો થયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.