અમદાવાદના ખોખરાના પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં લાગેલી આગ કાબૂમાં
18 લોકોને રેસ્ક્યૂ કરાયાઃ 50 ફૂટ ઉંચાઈએથી જીવ સટોસટના ખેલ જોવા મળ્યાં

સી બ્લોકમાં પાંચમા માળે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગવાથી ધુમાડાના કારણે ભય ફેલાયો હતો

સી બ્લોકમાં પાંચમા માળે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગવાથી ધુમાડાના કારણે ભય ફેલાયો હતો
સુરેશ વણોલ, અમદાવાદ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં પરિષ્કાર-1 એપાર્ટમેન્ટના સી બ્લોકમાં 5માં માળે આગ લાગી હતી. આગ લાગવાના કારણે ધુમાડો ફેલાતા ભયના માર્યા લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરી હતી. આ સમયે ફાયર બ્રિગેડને જાણ કરાતાં 7 ફાયર ફાઈટરો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયરના જવાનોએ 18 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
ખોખરા વિસ્તારમાં પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં 15 બ્લોક અને 720 ફ્લેટ છે. જેના સી બ્લોકના પાંચમાં માળે આગ લાગી હતી. આગ લાગવાના કારણે અફડા તફડી જેવો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકો જીવ બચાવવા માટે દોડી ગયા હતા. જ્યારે 18 જેટલાં લોકો ફસાઈ જતાં ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરી હતી. તેથી 7 ફાયર ફાઈટરો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં 18 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
આગ લાગ્યા બાદ ચોથા માળે એક મહિલાએ ગજબની હિંમત દાખવી હોવાનું સામે આવ્યું હતુ. પહેલાં તેમણે ગ્રાઉન્ડ ફ્લોરથી 50 ફૂટ ઉંચેથી ફાયર રેસ્ક્યૂ બાલ્કનીમાંથી નાની દીકરીને ઉંચકીને નીચે ઉતારી દીધી હતી. ત્યારબાદ મોટી દીકરીને નીચે ઉતારી હતી. બાદમાં પોતે પણ લટકી ગઈ હતી. આ સમયે તેણી નીચે પટકાતા રહી ગઈ હતી. સી બ્લોકમાં ધુમાડો વધારે ફેલાઈ જતાં લોકો જીવ બચાવવા માટે નાસભાગ કરી રહ્યા હતા,. એક મહિલાએ પોતાના બાળકનો જીવ બચાવવા તેને નીચે ઉતારી દીધું હતું અને નીચેના માળ ઉપરથી કોઈ વ્યક્તિ તેને લઈ લે એવી મદદ માગી હતી. આ સમયે નીચેના માળ ઉપરથી એક વ્યક્તિએ ઉપર ચડીને બાળકને બચાવી લીધું હતું.
એક મહિલાએ પોતાનો જીવ બચાવવા માટે ઉપરના માળેથી નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. નીચેના માળ ઉપર રહેલી વ્યક્તિએ તેમના પગ પકડી લીધા હતા. જ્યારે ઉપરથી બે વ્યક્તિએ તેમને પકડી રાખ્યા હતા. ત્યારબાદ હાથ છોડી દીધો હતો. જેના કારણે મહિલા સીધી નીચે આવી ગઈ હતી. જોકે બે લોકોએ તેના પગ પકડી લીધા હોવાના કારણે મહિલા બચી ગયાં હતાં.
ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ પરિષ્કર-1 ફ્લેટના સી બ્લોકમાં પાંચમા માળે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી. આગ લાગવાથી ધુમાડો ફેલાયો હતો. જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો હતો. મણિનગર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સોસાયટીમાં લાગેલી ફાયર સિસ્ટમના ઇન લેટમાં ફાયર સાધનનો ઉપયોગ કરી દરેક માળ ઉપર લગાવેલાં સાધનની મદદથી આગ કાબૂમાં લેવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.