સુરેન્દ્રનગર જિલ્લાના રણોલ ગામમાં 3 મકાનમાં આગ, 4ના મોત
જ્વલનશીલ પદાર્થમાં લાગેલી આગથી દૂર્ઘટના સર્જાઇ હોવાની આશંકા

જ્વલનશીલ પદાર્થમાં લાગેલી આગથી દૂર્ઘટના સર્જાઇ હોવાની આશંકા

જ્વલનશીલ પદાર્થમાં લાગેલી આગથી દૂર્ઘટના સર્જાઇ હોવાની આશંકા
સુરેન્દ્રનગર જિલ્લાના રણોલ ગામમાં રહેણાંક વિસ્તારમાં 3 મકાનમાં લાગેલી આગમા 4ના મોત થયા હોવાની અરેરાટીભરી ઘટના બની છે. આગના કારણે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મૃતકોમાં એક મહિલા અને 1 બાળકનો પણ સમાવેશ થાય છે.
મળલી માહિતી મુજબ લીંબડી તાલુકાના રણોલ ગામમાં મસ્જિદ પાસે 3 મકાનોમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગ એક મકાનમાંથી ત્રણ મકાન સુધી પ્રસરી ગઇ હતી જેમા આગે વિકરાળ રુપ ધારણ કર્યું હતું. આગના પગલે ગામના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી અને આગને બુઝાવવા માટે પાણીનો મારો ચલાવાની સાથે ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી.
આગના કારણ એક મહિલા અને એકબાળક સહિત 4 લોકોના મોત થયા હોવાનું અનુમાન છે. આગ એટલી ઝડપે ફેલાઇ ગઇ હતી કે ઘરની બહાર પાર્ક કરાયેલું એક વાહન પણ આગની ઝપેટમા આવી ગયું હતું. ઘટનાના પલે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઇ લીધી હતી. લીંબડી, સુરેન્દ્રનગર અને વઢવાણ ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર પહોંચ્યા અને મહામહેનતે આગને કાબુમા લઇ લીધી હતી. હજું પણ ઘરમાં મૃતદેહો હોવાની આશકા છે. પ્રાથમિક તપાસમાં જ્વલનશીલ પદાર્થના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.