અમદાવાદના જાણીતા હિમાલયા મોલમાં આગથી અફરાતફરી
ફાયર બ્રિગેડની 6 ગાડીઓએ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી

અમદાવાદના જાણીતા હિમાલયા મોલમાં આગથી અફરાતફરી

અમદાવાદના જાણીતા હિમાલયા મોલમાં આગથી અફરાતફરી
અમદાવાદના જાણીતા હિમાલયા મોલમાં બુધવારે બપોરે આગ ફાટી નિકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગની 6 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી. ઘટનામાં કોઇ જાનહાનિ ના હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.
અમદાવાદના હિમાલયા મોલમાં બીજા માળે બપોરના સુમારે આગ ફાટી નિકળી હતી. આગના ધુમાડા જોતા ત્યાં હાજર લોકોમાં ભય ફેલાયો હતો અને દોડધામ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડે તત્કાળ સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.
પ્રાથમિક જાણકારી મુજબ એસીના કોમ્પ્રેશરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી. ઘટનાનું ચોક્કસ કારણ હજું જાણવા મળી શક્યું નથી પણ આગના કારણે મોલમાં રહેલા લોકોને તત્કાળ ખસેડી લેવાયા હોવાનું જાણવા મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.