હોળીની જવાળાઓથી જાણો કેવુ રહેશે આવનારુ વર્ષ
હોળી પ્રગટ્યા બાદ તેની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાની સ્થિતિનું અનુમાન લગાવવામાં આવે છે

કેવુ રહેશે આવનારુ વર્ષ

કેવુ રહેશે આવનારુ વર્ષ
હિન્દુ ધર્મ પ્રમાણે હોળીના તહેવારમાં અનેક માન્યતાઓ રહેલી છે. સૌ પ્રથમતો ભક્ત પ્રહલાદ સાથે સૌથી મોટી માન્યતા સંકળાયેલી છે. સાથે સાથે હોળીને જ્યારે પ્રગટાવવામાં આવે છે ત્યારે તેની જવાળાઓની દિશા જોઈને આવનારા વર્ષનો વરતારો એટલે કે આવનારુ વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે.
એક માન્યતા પ્રમાણે જયારે હોળીને પ્રહટાવ્યા બાદ તેની અગ્નીની જ્વાળાઓ જે દિશામાં જાય તેના પરથી આવનારા વર્ષમાં વરસાદ કેવો પડશે, ક્યારે અને કેવો વરસાદ આવશે અથવા વરસાદ લંબાશે કે કેમ તે પ્રમાણેનું અનુમાન કરવમાં આવે છે. આ બધી માન્યતાઓ વર્ષોથી વડવાઓ દ્વારા કરવામાં આવતી હોવાના કારણે આપણા સમાજમાં હજુ પણ તેને મહત્વ આપવામાં આવે છે. જો હોળીકા દહન સમયે અગ્નિની દિશાની જ્વાળઆઓની વાત કરવામાં આવે તો તેની ચોક્કસ દીશા વરસાદ પ્રત્યેની આગાહી કરનારી હોય છે. શું છે તે દિશા અને વરસાદનો સબંધ જાણીએ આ વિસ્તૃત એહેવાલમાં.
હોળી દિવસે હોળી પ્રગટ્યા બાદ તેની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાની સ્થિતિનું અનુમાન લગાવવામાં આવે છે. એ મુજબ, હોળીની જ્વાળાઓ કઈ દિશામાં ફેલાય છે, તે ખગોળીય અને જ્યોતિષ શાસ્ત્રના આધારે આગાહી કરવામાં મદદરૂપ થાય છે. 13 માર્ચના ગુરુવારના દિવસે હોળી અગ્નિની દિશા પરથી આ ચોમાસાની આગાહી કરવામાં આવશે.
જ્યારે ઉત્તર દિશામાં વાયુ હોય, ત્યારે વર્ષ સુખદાયક રહેશે અને પાક સારો પડશે. પશ્ચિમ દિશાનો વાયુ મધ્યમ વરસાદ અને ફળદાયી વર્ષ પ્રદાન કરે છે, આ સમયે ચોમાસું સારું રહેશે. દક્ષિણ દિશામાં વાયુ સાથે દુષ્કાળ અને રોગચાળાનો ભય રહે છે, તેમજ પશુપ્રાણીઓ માટે નુકશાન થવાની શક્યતા છે. પૂર્વ દિશાનો વાયુ સામાન્ય વરસાદ અને ખંડ વૃષ્ટિ માટે સંકેત આપે છે, જેના પરિણામે વર્ષ મધ્યમ રીતે પસાર થાય છે.

ઈશાની દિશામાં વાયુ હોય તો વર્ષ સુખકારક રહેશે, ઠંડી ઘણી રહેશે અને ઉનાળો મોડો શરૂ થશે. અગ્નિ દિશાનો વાયુ ચોમાસુ મોડું અને ઓછો વરસાદ બતાવે છે, અને પાણીની ખેચ દેખાય છે. નૈઋત્ય દિશામાં વાયુ પાકને નુકશાન પહોંચાડે છે અને ખંડ વૃષ્ટિ થાય છે. વાયવ્ય દિશામાં ચક્રવાતનો ભય હોય છે. જો વાયુ ચારેય દિશામાં ફેલાય તો દુષ્કાળનો સંકેત હોય છે.
આગાહી માટેનો પરંપરાગત રિવાજ એ છે કે, જુનાં સમયમાં હવામાન અને વરસાદના મૌસમ વિશે પ્રાકૃતિક વિધિઓના આધાર પર આગળનો વરતારો જાણવામાં આવતો હતો, જેમ કે રોહિણીનો વાસ, વર્ષા સ્થંભ, તિથિમાં પવનની દિશા, અને ਹੋળીની જ્વાળાની દિશા. આ જૂની પદ્ધતિઓ આજે પણ ઉપયોગી માનવામાં આવે છે, જેમ કે કલ્પિત ઉપગ્રહો અને કમ્પ્યૂટરોના અભાવમાં તેઓ વધુ પ્રચલિત હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.