દેવા ઘટાડવામાં ગુજરાત નંબર વન!, GSDP-દેવા ગુણોત્તરમાં રેકોર્ડ ઘટાડો
વિકાસ અને નાણાકીય શિસ્ત સાથે ગુજરાતનો અનોખો દાખલો...

ભારતના 21 મોટા રાજ્યોમાં ગુજરાત સર્વોચ્ચ

ભારતના 21 મોટા રાજ્યોમાં ગુજરાત સર્વોચ્ચ
ગુજરાતે ફરી એકવાર સાબિત કર્યું કે મજબૂત નાણાકીય વ્યવસ્થાપન અને દૃઢ નેતૃત્વની સાથે, તે દેશના વિકાસ માટે પ્રેરણારૂપ બની શકે છે. NCAER દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર, ગુજરાતે દેવા-GSDP ગુણોત્તરમાં 4.5% ઘટાડો કરી સૌથી વધુ સુધારો કર્યો છે, જે ભારતના 21 મોટા રાજ્યોમાં સર્વોચ્ચ છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ માનનીય PM નરેન્દ્ રમોદી ના દૃઢ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારની નાણાકીય સમજદારી અને સંચાલન ક્ષમતાનો પુરાવો છે.
આ સફળતા પાછળ મુખ્યત્વે રાજ્ય સરકારની નાણાંકીય નિયમિતતા, આકર્ષક રોકાણ નીતિઓ અને સતત પ્રગતિશીલ દ્રષ્ટિકોણ છે. ગુજરાત સરકારે ઉદ્યોગો અને MSME માટે સાનુકૂળ નીતિઓ અમલમાં મૂકી, સાથે જ પૂરવઠા અવરોધો દૂર કરી અને આર્થિક સંચાલનમાં પારદર્શિતા લાવી.
રાજ્યમાં આર્થિક નિયમિતતા જાળવી રાખવાના કારણે પ્રોત્સાહન પેકેજો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને કલ્યાણકારી યોજનાઓને સતત ગતિ મળી. સરકારના ઉદ્યોગપ્રેમી નીતિઓ અને વ્યૂહાત્મક આયોજનને લીધે રાજ્યના વિકાસ દરે ગતિ પામી છે, અને સાથે જ દેવાનો બોજ પણ ઘટાડાયો છે.
વિશ્વમાં Gujarat Model એક મજબૂત ઉદાહરણ બની રહ્યું છે કે વિકાસ અને નાણાકીય જવાબદારી સાથે આગળ વધવું શક્ય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.