"હું ધારાસભ્ય છું, આંગળી નીચી રાખીને વાત કર!", ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે તૂ તૂ મેં મેં
ગરીબ-આદિવાસીઓની સમસ્યાઓના ઉકેલ માટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક વાર ફરી પોલીસ તંત્ર સામે બાંયો ચઢાવી...

નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી...

નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી...
ગરીબ-આદિવાસીઓની સમસ્યાઓના ઉકેલ માટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક વાર ફરી પોલીસ તંત્ર સામે બાંયો ચઢાવીને મેદાનમાં આવ્યા છે. આ વખતે મુદ્દો – નર્મદા પોલીસે શ્રદ્ધાળુઓ અને સામાન્ય લોકો સાથે હેરાનગતિ કરી રહી છે, જ્યારે બુટલેગરો અને ગેરકાયદે ધંધાઓ ચલાવનારા નિર્ભીક રીતે ફરી રહ્યા છે!
પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તણાવ...
જ્યારે ચૈતર વસાવા મોટી સંખ્યામાં સમર્થકો સાથે રાજપીપળા પોલીસ અધિક્ષક (એસ.પી.) કચેરી ખાતે પહોચ્યા, ત્યારે પોલીસે તેમને રસ્તામાં રોકી દીધા. આ ઘટનાએ તરત જ ગરમી પકડી લીધી. એક બાજુ ચૈતર વસાવા – ગરીબોની લડત લડી રહ્યા હતા, તો બીજી બાજુ પોલીસ તેમની સામે અવરોધ બનીને ઉભી હતી.
"હું ધારાસભ્ય છું, આંગળી નીચી રાખીને વાત કર!"
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ અધિકારીઓ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ. જ્યારે કેવડિયાના ડી.વાય.એસ.પી. સંજય શર્માએ ધારાસભ્ય સાથે સખત ભાષામાં વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ચૈતર વસાવાએ તડાકભડાક જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, "આંગળી નીચી રાખીને વાત કર! હું ધારાસભ્ય છું!" આ વાક્ય સાથે જ સમગ્ર વાતાવરણ તંગ બની ગયું.
"બુટલેગરોને છોડો, ગરીબોને પકડો!" – પોલીસ પર ગંભીર આક્ષેપ!
ધારાસભ્યે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા કે, "બુટલેગરોને પૈસા લઈને છોડી દે છે, અને ગરીબ લોકો ઉપર દંડ લગાવે છે." "દારૂના પેઢા ચાલે છે, પણ દૂધ વેચવા જતા માણસોને દંડાઈ જાય છે." કાયદો બધા માટે એકસમાન હોવો જોઈએ, માત્ર ગરીબો માટે નહીં.
"આ દબાણ નહીં ચાલે – અમે લડીશું"
ચાલીસ મિનિટ ચાલેલી આ ગરમાગરમ ચર્ચા પછી એસ.પી. પ્રશાંત શુમ્બેએ ખાતરી આપી કે “પોલીસ દ્વારા કોઇ પણ જાતનું ગેરવર્તન નહીં થાય.” પણ ચૈતર વસાવાએ ચેતવણી આપી કે જો આ સ્થિતિ નહીં બદલાય, તો તેઓ મોટા આંદોલન માટે તૈયાર છે.
આ પણ વાંચો : Surat : વારંવાર લેટર બોમ્બ ફોડતા કાનાણીના ભત્રીજા સામે જ ફરિયાદ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.