રાજકોટની ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ
ગુજરાતમાં ક્યાંય પણ આગ લાગે તો લોકોના મનમાં રાજકોટ ગેમઝોન ફાયરની ઘટના તાજી થઇ જાય છે

ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ

ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ
ગુજરાતમાં ક્યાંય પણ આગ લાગે તો લોકોના મનમાં રાજકોટ ગેમઝોન ફાયરની ઘટના તાજી થઇ જાય છે હાલમાં રાજકોટના મેટોડા GIDCમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગની એક ભયંકર ઘટના સામે આવી છે. આગનો પ્રસાર ઝડપથી થતો જોવા મળ્યો છે, અને અત્યાર સુધીમાં આ ઘટના મામલે નુકસાનના અહેવાલો મળી રહ્યા છે, પરંતુ સદનસીબે કોઇ જાનહાનિની ઘટના સામે આવી નથી.
આગ લાગતા, ફેક્ટરીમાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં તેલ અને પ્લાસ્ટિક પેકિંગ સામાનના મોટાં જથ્થા હોવાથી આગ ઝડપથી ફેલાઇ ગઈ. આ દરમિયાન, રાજકોટ, શાપર અને કાલાવડ ફાયર ફાઇટિંગ ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
આગને અસરકારક રીતે કાબૂમાં લેવા માટે 8 જેટલા ફાયર ફાઈટર્સ પાણીનો મારો ચલાવી રહ્યા છે, અને આગ કાબૂમાં આવી રહી છે. ફેક્ટરીમાં ફાયર સેફ્ટી સાધનો હોવા છતાં આગની શરૂઆતના સમયે તેનો યોગ્ય ઉપયોગ ન થવાના કારણે વધુ પડતી મુશ્કેલી સર્જાયી હતી.
ફેક્ટરીના અધિકારીઓ અને ફાયર ટીમ દ્વારા હજુ સુધી આગ લાગવાની ચોક્કસ કારણ વિશે માહિતી આપવામાં આવી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ