ચોટીલા-રાજકોટ હાઇવે પર ભયંકર અકસ્માત
ટ્રક અને પીકઅપ ભટકાતા એક જ પરિવારની 4 મહિલાઓનાં મોત, 15થી વધુને ઈજા

ભયંકર અકસ્માત

ભયંકર અકસ્માત
ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પીકઅપ વાન ભટકાતા એક જ પરિવારની 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે.
મૃતક ચારેય મહિલાઓ સગી દેરાણી જેઠાણી
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પીકઅપમાં સવાર 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા છે. મળતી માહિતી મુજબ મૃતક ચારેય મહિલાઓ સગી દેરાણી જેઠાણી છે.
પોલીસ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી
મધરાતે થયેલા આ ગંભીર અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. પિતૃ કાર્ય માટે જતા એક જ પરિવારની 4 મહિલાઓના મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ