સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન સહાય અને ગણોતધારા મુદ્દે ખેડૂતોમાં રોષ
25 ફેબ્રુઆરીએ પાટડીથી સુરેન્દ્રનગર સુધી ટ્રેકટર રેલી યોજી ખેડૂતો રામધૂન બોલાવશે

ગણોતધારાની કલમ 192 અને 193ના કારણે હજારો ખેડૂતોના દસ્તાવેજ અટવાયા

ગણોતધારાની કલમ 192 અને 193ના કારણે હજારો ખેડૂતોના દસ્તાવેજ અટવાયા
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા, લખતર અને વઢવાણ તાલુકાના 12 હજાર ખેડૂતોને હજુ સુધી પાક નુકસાન સહાય મળી નથી. જ્યારે ગણોતધારાના કારણે હજારો દસ્તાવેજ અટવાઈ જતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પરિણામ નહી મળતાં ખેડૂતોએ આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. તેના ભાગરૂપે 25 ફેબ્રુઆરીના રોજ પાટડીથી ટ્રેકટર રેલી યોજીને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પહોંચી ખેડૂતો રામધૂન બોલાવશે.
પાટડી ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતો વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. દસાડા તાલુકાના હિંમતપુરા, નારણપુરા, બામણવા, જરવલા, સુરજપુરા અને પાટડી સહિતના ગામોમાં ગણોતધારાની 192 અને 193 ની નોંધના કારણે ખેડૂતો 5-6 વર્ષથી પોતાની જમીન વેચાણ કરી શકતા નથી. જમીનના દસ્તાવેજ પણ થઈ શકતાં નથી. ગણોતધારાની નોંધ રદ્દ કરવા, પ્રોપર્ટી કાર્ડમાં કે-1, કે-2 સત્તા પ્રકાર હોવાથી દસ્તાવેજ પણ થતાં નહી હોવાથી કાયમી નિકાલ કરવા અનેર વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઇ ઉકેલ નહીં આવતા 25 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોએ પાટડીના બામણવાથી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી સુધી ટ્રેકટર રેલી કાઢવાનો નિર્ણય કર્યો છે.
ગણોતધારાની કલમ રદ કરવા ઉપરાંત દસાડા, વઢવાણ અને લખતર તાલુકાના 12 હજાર ખેડૂતોને હજુ સુધી પાક નુકસાન સહાય મળી નથી. આ મુદ્દે વહીવટીતંત્ર અને રાજ્ય સરકારને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જંત્રીનો વધારો પરત ખેંચી પાક નુકશાની અંગે જાહેર કરવામાં આવેલ સહાય બાકી રહેલા ખેડૂતોને ચુકવવાની માંગ કરવાનો નિર્ણય કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગણોતધારાની 192 અને 193ની કલમો લગાવતાં દસાડા તાલુકામાં 3 હજાર જેટલાં દસ્તાવેજ અટવાઈ ગયા છે. ગણોતધારાના કારણે ખેડૂતો પોતાની જમીનનું વેચાણ પણ કરી શકતાં નથી. આ કલમના કારણે ખેતીની જમીન પર 20 ટકા અને બિનખેતીની જમીન પર 30 ટકા પ્રીમિયમની વસૂલાત કરાય છે. તેથી ગણોતધારાની 192 અને 193 કલમ હટાવવા ખેડૂતોએ માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.