ભાવનગરમાં સફેદ ડુંગળીએ ખેડૂતોને રોવડાવ્યાઃ ભાવ ગગડી જતાં ખેડૂતોમાં રોષ
ખેડૂત કલ્યાણ સંગઠનના નેજા હેઠળ મહુવા માર્કેટયાર્ડમાં હરાજી બંધ કરાવી ખેડૂતોએ વિરોધ કર્યો

સફેદ ડુંગળીના ભાવ પ્રતિ મણે રૂપિયા 250 થી 450 હતા જે ઘટીને રૂપિયા 89 થી 100 થઈ ગયા

સફેદ ડુંગળીના ભાવ પ્રતિ મણે રૂપિયા 250 થી 450 હતા જે ઘટીને રૂપિયા 89 થી 100 થઈ ગયા
ભાવનગર જિલ્લાના માર્કેટયાર્ડોમાં સફેદ ડુંગળીની આવક શરૂ થઈ છે. સફેદ ડુંગળીના ભાવ 50 ટકા ઘટી જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂત કલ્યાણ સંગઠનના નેજા હેઠળ ખેડૂતોએ મહુવા માર્કેટયાર્ડમાં હરાજી બંધ કરાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. સફેદ ડુંગળીના ભાવ અત્યાર સુધી પ્રતિ મણે 250થી 450 સુધી મળતા હતા તે ઘટીને રૂપિયા 89 થી 100 વચ્ચે થઈ જતાં ડુંગળી પકવતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાતમાં સફેદ ડુંગળીનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં થાય છે. હાલમાં મહુવા માર્કેટયાર્ડમાં સફેદ ડુંગળીની આવક શરૂ થઈ છે. મહુવા માર્કેટયાર્ડમાં 7 થી 8 લાખ થેલા ડુંગળીની આવક થતાં ભરાવો થઈ ગયો છે. બીજી તરફ ડુંગળીના ભાવ અડધો અડધ ઘટી જતાં ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.
સફેદ ડુંગળીના ભાવ અત્યાર સુધી પ્રતિ મણે 250 થી 450 સુધી મળતા હતા. જો કે, મંગળવારે મહુવા માર્કેટયાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ પ્રતિ મણે 89 થી 100 વચ્ચે થઈ જતાં ખેડૂતો વિફર્યા હતા. ખેડૂત કલ્યાણ સંગઠનના નેજા હેઠળ વિરોધ કરી મહુવા માર્કેટયાર્ડમાં હરાજી બંધ કરાવી હતી. ડુંગળીનો ભાવ ડબલ ડિજિટમાં થઈ જતાં ખેડૂતોએ વિરોધ કરી માર્કેટયાર્ડ તંત્ર અને વેપારીઓ વચ્ચે મીલીભગતનો આક્ષેપ કર્યો હતો.
સફેદ ડુંગળીના ભાવ ઘટવા મામલે ખેડૂત અગ્રણી મહેશભાઈ સોડાવડિયાએ જણાવ્યુ કે, અત્યાર સુધી ડુંગળીના ભાવ 250 થી 450 હતા. ખેડૂત પાંચ મહિના સુધી મહેનત કરીને ડુંગળીનો પાક પકવે છે. ખેડૂત જ્યારે માર્કેટયાર્ડમાં વેચાણ કરવા જાય ત્યારે અચાનક ભાવ ગગડી જાય છે. મંગળવારે ડુંગળીનો ભાવ ડબલ ડિજિટમાં પહોંચી ગયો હતો. ખેડૂતને પ્રતિ મણે 200 રૂપિયા સુધીનો ભાવ મળે તો જ પોષાય તેમ છે. 200 થી નીચો ભાવ જાય તો ખેડૂતોને પડતર કિંમત પણ મળતી નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, બિયારણ, ખાતર, પાણી અને ખેડૂત મહેનત બાદ ડુંગળી પાકતી હોય છે. ભાવનગર,અમરેલી ગીર સોમનાથના ખેડૂતોના આગેવાનોને સાથે રાખીને યાર્ડમાં હરાજી બંધ કરાવી હતી અને ડુંગળી લઈને આવતા વાહનોને રોક્યા હતા. સાંજના સમયે બીજી મીટીંગ ડિહાઇડ્રેશન પ્લાન્ટના વેપારીઓ સાથે થતા પ્રતિ મણે 175 રૂપિયા કરતાં વધુ ભાવે ડુંગળીની ખરીદી કરવાની ખાતરી આપતાં સમાધાન થયું છે.
બીજી તરફ મહુવા માર્કેટયાર્ડમાં હાલ ડુંગળીનો ભરાવો થઈ ગયો છે. માર્કેટયાર્ડમાં 7 થી 8 લાખ થેલા ડુંગળીના ખડકાઈ ગયા હોવાથી હાલમાં ડુંગળી નહીં લાવવા માટે ખેડૂતોને જાણ કરાઈ હોવાનું માર્કેટયાર્ડના સૂત્રોએ જણાવ્યુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.