બે વર્ષ પહેલા અમેરિકા જવા નિકળેલા યુવકની શોધમાં પરિવાર
મહેસાણાનો યુવકએજન્ટ મારફતે બે વર્ષ પહેલા અમેરિકા જવા નિકળ્યો, પણ હજું સુધી આ યુવક અમેરિકા પહોંચ્યો છે કે નહીં તેની કોઇ માહિતી તેના પરિવારને મળી નથી

અમેરિકા જવા નિકળેલા યુવકની શોધમાં પરિવાર

અમેરિકા જવા નિકળેલા યુવકની શોધમાં પરિવાર
અમેરિકા જવાનો મોહ લોકોને છુટતો નથી. કોઇપણ ભોગે દેવુ કરીને અથવા પોતાની સંપત્તિ દેવી દઇને પણ ઘણા લોકો અમેરિકા જઇ રહ્યા છે. ગેરકાયદેસર ગયેલા ઘણા ગુજરાતીઓને અમેરિકાએ તાજેતરાં પરત પણ મોકલ્યા છે ત્યારે મહેસાણા જિલ્લામાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. મહેસાણાથી અમેરિકા જવા નિકળેલો યુવક છેલ્લા 2 વર્ષથી લાપતા હોવાના સમાચાર આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાંથી 9 વ્યક્તિ એજન્ટ મારફતે અમેરિકા જવા નિકળ્યા હતા પણ હજું સુધી આ યુવકની કોઇ ભાળ મળી નથી.
મહેસાણા થી અમેરિકા જવા નીકળેલ મહેસાણાનો યુવક બે વર્ષથી લાપતા બન્યો હોવાનો બનાવ બન્યો છે. મળી રહેલી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના હેડુઆ ગામનો સુધીર પટેલ નામનો યુવક ઉત્તર ગુજરાતના અન્ય 9 વ્યક્તિઓ દ્વારા એજન્ટ મારફતે અમેરિકા જવા નિકળ્યો છે પણ હજું સુધી આ યુવક અમેરિકા પહોંચ્યો છે કે નહીં તેની કોઇ માહિતી તેના પરિવારને મળી નથી. તેનો સંપર્ક પણ થઇ શક્યો નથી.
મળેલી માહિતી મુજબ આ એજન્ટ થકી સુધીર અમેરિકા જવા નિકળ્યો હતો પણ 2 વર્ષથી તેનો કોઇ પતો મળી શક્યો નથી જેથી તેનો પરિવાર પણ ચિંતિત બન્યો છે અને યુવક ક્યાં છે તેની તપાસ રી રહ્યો છે. હાલ અમેરિકા ગેરકાયદેસર રહેલા ગુજરાતીઓ અને ભારતીયોને ડિપોર્ટ કરી રહ્યો છે ્યારે અમેરિકાથી ગુજરાત ડિપોર્ટ કરાયેલા લોકોની યાદીમાં પણ સુધીરનું નામ છે કે નહીં તે તેનો પરિવાર ચકાસી રહ્યો છે. અમેરિકા જવા માટે સુધીરના પરિવારે એક એજન્ટનો સંપર્ક કર્યો હતો અને એજન્ટ સાથે 75 લાખ રુપિયામાં અમેરિકા મોકલવાની ડિલ થઇ થઇ હતી. એજન્ટે આ પરવાર પાસેથી શરુઆતમાં 10 લાખ પડાવ્યા હતા. યુવકનો પરિવાર એટલો સદ્ધર ન હતો છતાં સુધીરને અમેરિકા મોકલવા માટે પિવારે પોતાની જમીન વેચીને 10 લાખ રુપિયા એજન્ટને આપ્યા હતા.
એજન્ટે સુધીર સહિત ઉત્તર ગુજરાતના અન્ય 9 લોકોને ડોમિનિકા રૂટથી અમેરિકા મોકલવાનો વાયદો કર્યો હતો અને ત્યારબાદ યુવક અહીંથી અમેરિકા જવા પણ નિકળ્યો હો પણ 2 ર્ષ પછી પણ તે અમેરિકામાં પહોંચ્યો છે કે નહીં તેની જાણ શુધ્ધા તેના પરિવારને થઇ નથી. ચિંતિત પરિવારે આ બાબતે વખતો વખત સરકાર અને એમ્બેસીમાં પણ ફરિયાદ કરેલી છે અને એજ્નટ વિરુદ્ધ પણ ફરિયાદ કરેલી છે. મહેસાણાા યુવક સાથે અમેરિકામાં કે પછી અમેરિકા જવાના રુટપર શું થયું હશે તેની ચિંતા પરિવારને સતાવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.