ધારાસભ્યના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
MBA નો વિદ્યાર્થી સાડા ત્રણ મહિનાથી ઓફિસ ભાડે રાખી ચલાવતો હતો રેકેટ

મૂળ ઓડિશાના યુવકની ધરપકડ કરી સિક્કા બનાવી આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી

મૂળ ઓડિશાના યુવકની ધરપકડ કરી સિક્કા બનાવી આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી
સુરેશ વણોલ, અમદાવાદ
સુરતની વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. મૂળ ઓડિશાનો અને MBA કરતો વિદ્યાર્થી સાડા ત્રણ મહિનાથી રેકેટ ચલાવતો હતો. કાપોદરા પોલીસે 26 વર્ષિય યુવકની ધરપકડ કરીને સહી-સિક્કા બનાવી આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
કાપોદરા પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ અને સરનામાની વિગતો ચેન્જ કરવા માટે ધારાસભ્યના ખોટા સહી-સિક્કા બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી સરકારી સાઈટો ઉપર અપલોડ કરી રહ્યો છે. કાપોદરા પોલીસે બાતમીના આધારે સૌરાષ્ટ્ર સર્કલ પાસે રેડ કરી દિપક પટનાયક નામના શખ્સને ઝડપી લીધો છે.
દિપક પટનાયક આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ-સરનામાની વિગતો ચેન્જ કરવા ફોર્મમાં ધારાસભ્યો તેમજ અન્ય હોદ્દેદારોના ખોટા સહી-સિક્કા બનાવી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ખોટા સિક્કાઓનો સરકારી ફોર્મમાં ખરા તરીકે ઉપયોગ કરી સરકારી સાઇટો ઉપર અપલોડ કરતો હતો.
કાપોદરા પોલીસે દિપક કવિરાજભાઇ પટનાયક પાસેથી વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના સહી સિક્કા, આધારકાર્ડ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, આધાર કાર્ડ બનાવવા માટેના ભરેલા ફોર્મ અને કોરા ફોર્મ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
દિપક પટનાયકે ઓડિશાના સંબલપુર ખાતે એક અજાણ્યા શખ્સ પાસેથી વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના નકલી સિક્કાઓ બનાવડાવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. સુરતમાં તેણે કાપોદરાના સૌરાષ્ટ્ર સર્કલ પાસે આવેલી ક્ષમા સોસાયટી સામે શનિદેવ મંદિરની બાજુમાં ઓફિસ ભાડે રાખી હતી.
સાડા ત્રણ મહિનાથી આધારકાર્ડ અને પાનકાર્ડમાં ગ્રાહકો પાસે ફોર્મ દીઠ 200 રૂપિયા ફી લઇને નામ-સરનામામાં સુધારો કરાવી આપતો હતો. ગ્રાહકો પાસે રહેઠાણના પુરાવા ન હોય તો આધારકાર્ડ-પાનકાર્ડના સરકારી ફોર્મમાં સિક્કાઓ મારી પોતાની ઓફિસમાં રહેલા કોમ્પ્યુટર મારફતે બનાવટી ફોર્મને સરકારી સાઇટ ઉપર ખરા તરીકે અપલોડ કરતો હતો.
સુરત DCP આલોક કુમારે બેનિફિટ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમે પોલીસની એક ટીમ બનાવીને ઓપરેશન પાંચ કલાકમાં ક્રેક કરવામાં આવ્યું હતું. આરોપી ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાં MBA નો અભ્યાસ કરી રહ્યો છે. તેની પાસેથી સહી-સિક્કા કરેલાં 20થી વધુ ભરેલા ફોર્મ, 25થી વધુ કોરા ફોર્મ મળી આવ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીના આધારકાર્ડની ઝેરોક્ષ મળી આવતાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ધારાસભ્ય કુમાર કાનાણીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, સરકારી પ્રતિનિધિના બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી તેનો ઉપયોગ કરવો એ ખૂબ ગંભીર બાબત છે. સહી સિક્કાઓનો ઉપયોગ અનેક દસ્તાવેજોમાં થતો હોય છે. ખોટા સિક્કા ઉભા કરી દુરૂપયોગ કરવો એ ખૂબ ગંભીર ગુનો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે તે અભિનંદનને પાત્ર છે. અગાઉ કામરેજના ધારાસભ્યના પણ બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.