નકલીની બોલબાલાઃ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાંથી નકલી અધિક કલેક્ટર ઝડપાયો
ખંભાળીયાનો 25 વર્ષિય જીલ પંચમતીયા કાર ઉપર અધિક કલેક્ટર લખાવીને ફરતો હતો

કેશા દેસાઈ નામની યુવતી સાથે લાલ લાઈટ લગાવીને અધિકારીનો રોફ મારતો હતો

કેશા દેસાઈ નામની યુવતી સાથે લાલ લાઈટ લગાવીને અધિકારીનો રોફ મારતો હતો
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાતમાં છેલ્લાં બે વર્ષથી નકલીની બોલબાલા છે. નકલી પોલીસથી લઈને મુખ્યમંત્રીના નકલી પીએ સુધીના શખ્સો પકડાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાંથી નકલી અધિક કલેક્ટર ઝડપાયો છે. 25 વર્ષિય જીલ પંચમતીયા નામનો યુવક પોતાની ટેક્સી પાર્સીંગની કારની નંબર પ્લેટ ઉપર એડિશનલ કલેક્ટર એન્ડ એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ લખાવી તેમજ કાર ઉપર લાલ લાઈટ લગાવી રોફ મારતો હતો. ખંભાળીયા પોલીસે જીલ પંચમતીયા સાથે રાજકોટની કેશા દેસાઈ નામની યુવતીને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકાના DySP સાગર રાઠોડે બેનિફિટ ન્યૂઝ સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ વી.એમ.સોલંકી તેમજ સ્ટાફના માણસો 21 માર્ચના રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક ટેક્સી પાર્સીંગની કારની નંબર પ્લેટ ઉપર ADDL. COLLECTOR & ADDL. DISTRICT MAGISTRATE (ADM) (PROBATION) લખેલું હતુ. આ ઉપરાંત કાર ઉપર સરકારી વાહન જેવી લાલ લાઈટ પણ લગાવી હતી. તેથી તપાસ કરતાં આરોપી પોતે કોઈ રાજ્ય સેવકનો હોદ્દો ધરાવતો ન હોઈ અને પોતાના અંગત હેતુ માટે ઉપયોગ કરતો હોવાનું જણાવતાં કાર કબજે કરીને ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે રાજકોટની કેશા કેતનભાઈ દેસાઈ નામની યુવતીની પણ ધરપકડ કરી વધુ તપાસ પીએસઆઈ એમ.આર.બારડને સોંપવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, ખંભાળિયાનો જીલ પંચમતીયા અને મૂળ જૂનાગઢની અને હાલ રાજકોટ સ્પીપામાં તાલીમ લેતી કેશા દેસાઈ અધિક કલેક્ટરના હોદ્દાનું બોર્ડ પોતાની કારમાં લગાવી ફરતાં હતા. જીલ પંચમતીયાની માલિકીની મારૂતિ સેલરીઓ કારમાં આગળ અને પાછળ RAC & ADM, ADD.COLLECOTOR જેવા બોર્ડ સાથે ઉપરના ભાગે પોલીસની ગાડી જેવી ઇમરજન્સી લાઇટ પણ ફિટ કરાવી હતી. બંને યુવક-યુવતી જાહેરમાં રોફ જમાવવા બોર્ડ લગાવી ફરતા હોવાનું સામે આવ્યુ છે.
ખંભાળિયા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ઉચ્ચ અધિકારીનું બોર્ડ શા માટે લગાવ્યું, નકલી હોદ્દો લગાવી આરોપીઓએ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરી છે કે કેમ, હોદ્દાનાં બોર્ડ કોણે બનાવી આપ્યા, સરકારી લાઇટ કોણે ફિટ કરી દીધી, બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તેવા કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે. કાર ઉપર ઉચ્ચ અધિકારીનો હોદ્દો લગાવીને ફરતાં હોવા છતાં પરિવાર અથવા અન્ય લોકોએ કેમ પૂછપરછ ન કરી તે બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.