શિક્ષણ વિભાગનું શિર્ષાસનઃ વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપ્યા બાદ એકમ કસોટી બંધ
રાજ્ય સરકારે 6 વર્ષ સુધી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં એકમ કસોટી

6 વર્ષ સુધી વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપ્યા બાદ આખરે એકમ કસોટી બંધ કરવાનો નિર્ણય

6 વર્ષ સુધી વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપ્યા બાદ આખરે એકમ કસોટી બંધ કરવાનો નિર્ણય
રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં એકમ કસોટીના નામે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપ્યા બાદ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જૂનથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રમાં એકમ કસોટી બંધ કરવાનો નિર્ણય લઈને શિક્ષણ વિભાગે શિર્ષાસન કર્યુ છે. જો કે, રાજ્ય સરકાર એકમ કસોટીના બદલે નવી વ્યવસ્થા લાવવાનો વિચાર કરી રહી હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો તણાવ દૂર થવાની કોઈ શક્યતા નથી.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 40 હજારથી વધુ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં સાપ્તાહિક, પખવાડિક અને માસિક એકમ કસોટી લેવામાં આવતી હતી. આ એકમ કસોટીના કારણે શિક્ષકો ઉપર કામનો બોજ વધતો હતો. જ્યારે વિદ્યાર્થીઓ રમતાં રમતાં શિક્ષણ મેળવવાના બદલે હંમેશા તણાવમાં રહેતાં હોવાથી એકમ કસોટીનો વિરોધ થયો હતો.
ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે એકમ કસોટી લેવામાં આવતી હતી. ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓની એકમ કસોટી ગુજરાત શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ(GCERT) દ્વારા લેવામાં આવતી હતી. જ્યારે ધોરણ 9 થી 12 ની એકમ કસોટી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GHSHEB) દ્વારા લેવામાં આવતી હતી. એકમ કસોટી બંધ કરીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK)ને નવી કામગીરી સોંપવામાં આવે તેવી શક્યતા છે.
એક શિક્ષકે નામ નહી લખવાની શરતે જણાવ્યુ હતું કે, શિક્ષણ વિભાગે 2019 થી શરૂ કરેલી એકમ કસોટીનું તૂત ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા ચલાવાયું હતું. એકમ કસોટીનાં પરિણામ ખાનગી કંપનીએ વિકસાવેલી એપ પર અપલોડ કરવાથી વિદ્યાર્થીઓને કોઈ ફાયદો થતો નહોતો. એકમ કસોટીના ડેટાનો હજુ સુધી બીજો કોઈ ઉપયોગ કરાયો નથી. તેથી એકમ કસોટી દ્વારા 6 વર્ષ સુધી રાજ્ય સરકારનાં નાણાંનો વ્યય કરાયો છે.
તેમણે ઉમેર્યુ કે, ડેટાના વિશ્લેષણ માટે બનાવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પણ હજુ સુધી ફાયદો થયો નથી. વર્ષ 2021 માં જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. એકમ કસોટીના નિર્ણયથી શિક્ષકોની હાલત સૌથી ખરાબ હતી. શિક્ષકો એકમ કસોટીના કામમાંથી નવરા નહી પડતાં હોવાથી રવિવાર કે જાહેર રજાના દિવસે પણ કામ કરવું પડતું હતુ. અઠવાડિયાના ત્રણ દિવસ શિક્ષકો પરીક્ષાની પળોજણમાં અટવાયેલા રહેતા હતા. અઠવાડિક ટેસ્ટમાં આખો દિવસ ખર્ચ થઈ જતો હતો. શિક્ષકોએ દરેક અઠવાડિક ટેસ્ટનાં પેપર તપાસ્યા પછી તેનાં પરિણામ એપ ઉપર અપલોડ કરવાં પડતાં હતાં. આ અપલોડ કરવામાં બે દિવસ નિકળી જતા હતા.
તેમણે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, એક ખાનગી કંપનીએ બનાવેલી એપ પર અપલોડ કરી વિદ્યા સમીક્ષા કેન્દ્રને પેપર મોકલવામાં આવતાં હતા. આ એકમ કસોટીની વિદ્યાર્થીના વાર્ષિક પરિણામ પર કોઈ અસર નહોતી થતી. વીએસકેને અપાતા ડેટાનું શું કરાતું હતું તેની શિક્ષણ વિભાગને ખબર નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.