તંત્રની બેદરકારીના કારણે ભૂજને રહેવું પડશે તરસુ
અસંખ્ય રૂપિયાના ખર્ચે નર્મદાનું પાણી તો મળ્યું પરંતુ છાસવારે તૂટી જતી પાઇપ લાઈનના અને કારણે અવારનવાર પાણીની તંગી સર્જાય

પાણીની લાઈનમાં ભંગાણ

પાણીની લાઈનમાં ભંગાણ
કચ્છને વર્ષોની જહેમત અને અસંખ્ય રૂપિયાના ખર્ચે નર્મદાનું પાણી તો મળ્યું પરંતુ છાસવારે તૂટી જતી પાઇપ લાઈનના અને કારણે અવારનવાર પાણીની તંગી સર્જાય છે. હવે અંજાર પાસે નર્મદાની પાણીની લાઈનમાં ભંગાળ પડતા ભુજ શહેરને પાણી વગર રહેવાનો વારો આવ્યો છે. શહેરમાં હાલે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જતાં, લોકોને પારાવાર મુશ્કેલી પડે છે લાઈન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ પણ થયો હતો.
રત્નાલ પાસે તૂટેલી પાણીની લાઈનના પગલે ભુજ નગરપાલિકાએ ખાસ જાહેરાત કરી આગામી ત્રણ દિવસ પાણીની કરકસર કરવા જણાવાયું છે. પાણી પુરવઠા યોજના અંતર્ગત GWIL હસ્તકની નર્મદાની અંજાર પમ્પીંગ સ્ટેશનથી ભુજ આવતી પાણીની મુખ્ય પાઈપ લાઈનમાં રતનાલ પાસે ભંગાણ પડેલ છે. જેથી GWIL તરફથી આ પાઈપ લાઈનની મેન્ટેનન્સ કામગીરી કરવાની હોઈ તા. આજથી અંદાજે આગામી બે થી ત્રણ દિવસ સુધી ભુજ શહેરને નર્મદાનુ પાણી મળી શકશે નહી. જેથી શહેરીજનોએ પાણીનો કરકસર યુક્ત ઉપયોગ કરવો. તેમજ મેન્ટેનન્સ કામગીરી પુર્ણ થયેથી પાણી સપ્લાય રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.
ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી જાહેરાતની શહેરીજનો ગંભીરપણે નોંધ લે અને પાણીનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરે. જોકે પાઇપ લાઇન તૂટી જવાના કારણે રતનાલ પાસે તો નર્મદા મૈયા સાક્ષાત પ્રગટ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે અને નદી વહી નીકળી છે. જો તરફ શિયાળામાં નર્મદાના પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. પાણીનો આવેડફાટ બંધ થાય અને તાત્કાલિક યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે GWILના મુકેશ અંતરોળિયા નો સંપર્ક સાધતા તેમનો કોલ રિસીવ થયો ના હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ