હાર્ટએટેક બાદ કંપની દ્વારા સમયસર સારવાર ન મળતા મોત
ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા કંપની દ્વારા સમયસર સારવાર ન મળવાથી મોતનો પરિવારનો આક્ષેપ

સમયસર સારવાર ન મળતા મોત

સમયસર સારવાર ન મળતા મોત
વડોદરા નજીક આવેલી ABP ઈન્ડક્શન કંપનીમાં ડ્રાઈવરનું હાર્ટએટેકથી મોત થયું. શાહ ટ્રાવેલ્સના ડ્રાઈવર જયદીપ ચિરંજીલાલ ગોઠવાલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. પરિવારજનોએ કંપની પર આરોપ લગાવ્યો છે કે, સમયસર તબીબી સારવાર ન મળવાને કારણે તેમનું મોત થયું, જેને પગલે ઘટનાના સવા મહિના બાદ પણ ન્યાય ન મળતાં તેઓ વડોદરા SP કચેરીએ પહોંચી ન્યાયની માંગ કરી રહ્યા છે.
ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા
પરિવારના આક્ષેપો અનુસાર, જયદીપભાઈને ફરજ પર હતા ત્યારે ચક્કર આવ્યા અને તેઓ અચાનક પડી ગયા હતા, જે CCTV ફૂટેજમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે. કંપનીના કર્મચારીઓએ તેમને હોસ્પિટલ લઈ જવાને બદલે રૂમમાં લઈ જઈને ચા અને સફરજન આપ્યા હતા. મૃતકના મિત્ર સોનુ ઠાકુરના કહેવા મુજબ, જયદીપે પોતે ફોન કરીને જણાવ્યું હતું કે, તેમને ચક્કર આવ્યા છે અને કંપનીના લોકો 108 એમ્બ્યુલન્સ બોલાવતા નથી. આખરે, જ્યારે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, ત્યારે દોઢ કલાકનો વિલંબ થઈ ચૂક્યો હતો, અને સયાજી હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે, એમ્બ્યુલન્સ બોલાવવામાં થયેલો આ દોઢ કલાકનો વિલંબ જ જયદીપભાઈના મોતનું મુખ્ય કારણ બન્યું છે.
આ પણ વાંચો: મહાકાલની ભસ્મ આરતી સમયે જ ભક્તનું મોત
મૃતકની દીકરીઓનો આક્રંદ
મૃતકની દીકરીએ આક્રંદ સાથે જણાવ્યું હતું કે, એમણે કંઈ જ કર્યું નથી. અમારી સાથે બિલકુલ ન્યાય નથી થઈ રહ્યો. તેમણે જરા પણ ધ્યાન આપ્યું નથી. તેમણે સફરજન ખવડાવ્યું અને પાણી પીવડાવ્યું, શું એ દવા છે? ABP કંપનીને સીલ લાગવું જોઈએ. તેમણે મારા પિતાની હત્યા કરી છે. અમે 3 બહેનો બાપ વગરની થઈ ગઈ છીએ. અમારે ન્યાય જોઈએ. મૃતકની પત્ની મનિષા ગોઠવાલએ પણ આક્ષેપ કર્યો કે, જો સમયસર હોસ્પિટલ લઈ ગયા હોત તો તેમના પતિ આજે જીવતા હોત.
કંપની જવાબદારી સ્વીકારવાનો ઈનકાર કરી રહી
પરિવાર વધુમાં જણાવે છે કે, જયદીપ ચિરંજીલાલ ગોઠવાલ કંપનીમાં નિયમિત ફરજ બજાવતા હોવા છતાં, કંપની હવે જવાબદારી સ્વીકારવાનો ઈનકાર કરી રહી છે અને કહી રહી છે કે તેઓ તેમના કર્મચારી ન હતા. ABP ઈન્ડક્શન કંપનીના મેનેજર ગૌતમ મહેતાએ જણાવ્યું હતું કે, જયદીપભાઈ તેમની કંપનીના કર્મચારી ન હોવાથી, કંપની તેમને કોઈ પ્રકારની સહાય પૂરી પાડી શકે તેમ નથી. વધુમાં, તેમનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાથી, આ ઘટના માટે કંપનીની કોઈ પોલિસી લાગુ પડતી નથી અને તેથી કોઈ વળતર કે મદદ શક્ય નથી.
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ
જયદીપ ચિરંજીલાલ ગોઠવાલ તેમના પરિવારના એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા, અને હવે 3 દીકરીઓ અને પત્ની ન્યાય માટે દર-દર ભટકી રહ્યા છે. પરિવારની માંગ છે કે, કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને યોગ્ય ન્યાય અપાવવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આસારામે 20 દિવસની રાહત માટે કોર્ટમાં કરી ખાસ દલીલ… તો પછી ગુજરાત હાઈકોર્ટે અરજી કેમ ફગાવી દીધી? રાજસ્થાનમાં પેરોલ મળ્યા બાદ ગુજરાતમાં પણ જામીનની આશા હતી, પરંતુ કોર્ટમાં શું થયું?

રીલ બનાવવાનો શોખ કે જીવ સાથે રમત? કીમ રેલવે ઓવરબ્રિજ પર 40 ફૂટ ઊંચાઈએથી એક કૂદકો માર્યો અને યુવક સીધો નીચે પટકાયો… પરંતુ પછી જે થયું તે ચોંકાવનારું છે!

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળનો બીજો દિવસ… પણ રસ્તા પર રિક્ષા હજુ કેમ દોડી રહી છે? હડતાળ વચ્ચે રિક્ષા રોકાવવાના અને વધુ ભાડું વસૂલવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આખરે અમદાવાદમાં ચાલી શું રહ્યું છે?