ગુજરાત ATSએ પકડેલાં આતંકીઓનું પાકિસ્તાન કનેક્શન?
ATSએ કડી કોર્ટમાં રજૂ કરતાં તમામ આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર, આતંકી સંગઠન સાથે સંપર્ક

ગુજરાત ATSએ પકડેલાં આઠ આતંકીઓની તસવીર

ગુજરાત ATSએ પકડેલાં આઠ આતંકીઓની તસવીર
Terrorists caught by Gujarat ATS on remand: ગુજરાત ATSએ પકડેલાં આઠ આતંકીઓને મહેસાણા જિલ્લાની કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATSએ આરોપીઓને રજૂ કરી તપાસને આગળ વધારવા માટે ATSએ કોર્ટ સમક્ષ 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી હતી. પોલીસ તરફથી સરકારી વકીલે રજૂ કરેલી દલીલોના આધારે કડી કોર્ટે તમામ આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસ એજન્સીનું કહેવું છે કે, આરોપીઓ પાસેથી અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે પૂછપરછ કરવી બાકી છે અને વધુ પુરાવા એકત્ર કરવા માટે પોલીસ કસ્ટડી જરૂરી છે.
ATS દ્વારા UAPA હેઠળ ગુનો નોંધાયો
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધો અને ગેરકાયદે પ્રવૃત્તિઓના આરોપસર આઠ આતંકીઓની ધરપકડ કરી છે. આ કેસમાં અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)(UAPA) એક્ટ, 1967ની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ATSના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ગુજરાતમાં નેટવર્ક ઉભું કરવાનો આરોપ
તપાસ એજન્સીના આરોપ મુજબ, પકડાયેલા શખ્સો કેટલાક મહિનાથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદની વિચારધારાને પ્રોત્સાહન આપવા અને ગુજરાતમાં તેનું સક્રિય નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ખુલ્યુ છે કે, વિવિધ માધ્યમો દ્વારા લોકોનો સંપર્ક કરી તેમને સંગઠન સાથે જોડવા માટે પ્રેરિત કરવાની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી.
સાહિત્યના અનુવાદ અને પ્રચારનો આરોપ
તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સંગઠન સાથે સંબંધિત સાહિત્યનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરી તેને વધુ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સી આ સમગ્ર પ્રવૃત્તિને કથિત કાવતરાનો ભાગ ગણાવી રહી છે.
નાણાંકીય વ્યવહારોની પણ તપાસ
ATSના જણાવ્યા મુજબ, બે આરોપીઓએ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે આશરે ત્રણ લાખ રૂપિયાનું ભંડોળ મેળવ્યું હોવાની શંકા છે. હાલ તપાસમાં રકમનો સ્ત્રોત, તેનો ઉપયોગ અને અન્ય સંભવિત નાણાકીય વ્યવહારોની તપાસ ચાલી રહી છે.

ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી ધરપકડ
પકડાયેલા આઠ શખ્સોમાંથી 7 શખ્સો બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છે. જ્યારે 1 શખ્સ મધ્યપ્રદેશનો હોવાનું જણાવાયું છે. તમામ આરોપીઓને અલગ-અલગ સ્થળેથી ઝડપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જિહાદી સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર
ગુજરાત ATSએ પકડેલા જૈશ એ મહોમદના 8 આતંકીઓ અંગે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. એટીએસની પ્રાથમિક તપાસ દરમિયાન જૈશ-એ-મહમ્મદના આતંકી મોડ્યુલનો ખુલાસો થયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી 7 આતંકીઓ ઝડપાયા છે. આ આતંકીઓ 5 મહિનાથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહમ્મદના સભ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પકડાયેલાં આતંકીઓ દ્વારા જિહાદી સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત મુખ્ય આરોપીઓ અહમદ અબ્દુલ્લા ગાજીવાળા અને ઇબ્રાહીમ મામદ હુશેન ઘાંઘાને 3 લાખ ફંડિંગ મળ્યું હોવાનો પૂછપરછમાં ખુલાસો થયો છે. તમામ આતંકીઓનું પાકિસ્તાન અને કાશ્મીર કનેક્શન પણ ખુલ્યુંછે. પાકિસ્તાની મોબાઇલ નંબર વાપરતો (+92 3181249772) 'અબ્દુલ્લા ઉર્ફે શાયરી બાજ' નામનો શખ્સ હતો આતંકીઓના સંપર્કમાં હોવાનો તેમજ વડોદરા ખાતે એક અજાણ્યા કાશ્મીરી ઇસમે મુખ્ય આરોપીઓ સાથે મુલાકાત કરી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.
ગુજરાત ATS એ શા માટે રિમાન્ડની માગણી કરી?
ગુજરાત ATS કોર્ટમાં આ મુદ્દાઓની તપાસ કરવા માંગે છે
તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં
આ કેસમાં ATS દ્વારા રજૂ કરાયેલા તમામ આરોપો હાલ તપાસના આધારે કરવામાં આવ્યા છે. આતંકીઓ સામેના આરોપો અંગે અંતિમ નિર્ણય કોર્ટમાં રજૂ થનારા પુરાવા અને ન્યાયિક પ્રક્રિયા બાદ જ થશે. હાલ એજન્સી દ્વારા વધુ પૂછપરછ અને ડિજિટલ પુરાવાની તપાસ શરૂ કરવામાં આવી છે.
પકડાયેલા આતંકીઓના નામ
1. અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)(19 વર્ષ)
2. ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)( 30 વર્ષ)
3. મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)( 22 વર્ષ)
4. ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (રહે. ખાડિયાસણ, સિદ્ધપુર, પાટણ)( 21 વર્ષ)
5. મુફ્તી ફૌજાન ઈસ્માઈલ દાઉવા (રહે. ખાડિયાસણ, સિદ્ધપુર, પાટણ)( 40 વર્ષ)
6. મોહમ્મદ અમીન શેરા(રહે. ખાડિયાસણ, સિદ્ધપુર, પાટણ)( 21 વર્ષ)
7. મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી (રહે. અંભેટા, ચીખલી, નવસારી)( 22 વર્ષ)
8. બિલાલ દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (રહે. વારસી નગર, દેવાસ, મધ્ય પ્રદેશ)( 18 વર્ષ)
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ