OBC, SC, ST અને લઘુમતી સમાજના બોર્ડ નિગમોને બજેટ ફાળવણીમાં ભેદભાવ
ગુજરાતમાં 82 ટકા પછાત સમાજોની વસતી સાથે ભાજપ સરકારની કિન્નાખોરીઃ અમિત ચાવડા

વર્ષ 2023 અને 2024ના વર્ષમાં ફાળવેલા બજેટ અને વપરાશના આંકડા રજૂ કર્યા

વર્ષ 2023 અને 2024ના વર્ષમાં ફાળવેલા બજેટ અને વપરાશના આંકડા રજૂ કર્યા
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાતમાં ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજના બોર્ડ નિગમોને બજેટની ફાળવણી અને વપરાશમાં ભેદભાદ થઈ રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ વર્ષ 2023 અને 2024ના આંકડા રજૂ કરીને આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં 82 ટકા પછાત સમાજોની વસતી સાથે ભાજપ સરકાર કિન્નાખોરી રાખી રહી છે.
રાજ્યની ભાજપ સરકાર દ્વારા ઓબીસી, એસસી, એસટી તેમજ માઈનોરીટીના બોર્ડ- નિગમોને દર વર્ષે બજેટ ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો હોવાનો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે, "છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે. અમે દર વર્ષે ગુજરાત સરકારને રજૂઆત કરીએ છીએ કે રાજ્યમાં 52 ટકા વસ્તી ઓબીસી, 7 ટકા વસ્તી અનુસુચિત જાતિ, 14 ટકા આદિવાસી, 9 ટકા લઘુમતી સમાજની વસતી છે. આ તમામ સમાજ આર્થિક- સામાજિક- ભૌગોલિક રીતે પછાત છે. પછાત સમાજને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે બજેટમાં વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. આ સમાજના આર્થિક ઉત્થાન, દીકરા- દીકરીઓના રોજગાર, સુવિધાઓ માટે બોર્ડ- નિગમો બનાવાયા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ 10 બોર્ડ નિગમો કાર્યરત છે. તેમાંથી 9 બોર્ડ નિગમો લગભગ 82 ટકા વસ્તી માટે છે. 10મું બોર્ડ નિગમ બિન અનામત આયોગ બનાવવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરનારી ભાજપ સરકાર એસી-એસટી-ઓબીસી અને માઈનોરીટી સમાજને અન્યાય કરે છે. 9 જેટલા બોર્ડ- નિગમો 82 ટકા વસ્તી માટે બન્યા છે તેમને ભાજપ સરકારે 177 કરોડ રૂપિયા વર્ષ ૨૦૨૩માં લોન પેટે ફાળવ્યા છે. જેમાં સહાય ફક્ત 19 કરોડ રૂપિયા અને 50 કરોડ એટલે કે 28 ટકા રકમ વણવપરાયેલી પડી રહી છે. જ્યારે 10મું બોર્ડ એટલે કે બિનઅનામત આયોગને ભાજપ સરકારે વર્ષ ૨૦૨૩માં 625 કરોડ રૂપિયા લોન આપી છે. 82 ટકા વસતી માટેના બોર્ડ નિગમોને 177 કરોડ આપવામાં આવે અને 18 ટકા વસતી માટેના બોર્ડ નિગમને 625 કરોડ આપવામાં આવે અને તેમાં ફક્ત 6 ટકા રકમ જ વણવપરાયેલી પડી રહી છે.
ચાવડાએ ઉમેર્યુ કે, વર્ષ 2024માં એકથી નવ બોર્ડ નિગમોને 237 કરોડ રૂપિયા રકમ ફાળવવામાં આવી અને 19 કરોડની સહાય આપવામાં આવી હતી. 111 કરોડ રૂપિયા 47 ટકા રકમ વણવપરાયેલી પડી રહી છે. ઓછા પૈસા ફાળવવામાં અને અડધી તો રકમ વણવપરાયેલી પડી રહે. બિનઅનામત આયોગને વર્ષ 2024માં 500 કરોડ ફાળવવામાં આવ્યા અને 75 કરોડની સહાય આપી છે. 575 કરોડ સામે 19 કરોડ એટલે કે માત્ર ત્રણ ટકા રકમ વણવપરાયેલી પડી રહી છે. દસમાં નિગમને વધારે સહાય ને લોન આપવાની અને વણવપરાયેલી રકમ ઓછી પડી રહી છે.
ગરીબ, આર્થિક-સામાજિક રીતે પછાત અને પછાત વિસ્તારોમાં વસવાટ કરે છે તેવા એસસી, એસટી, ઓબીસી, માઈનોરીટીના બોર્ડ નિગમોને દર વર્ષે અન્યાય અને ભેદભાવ થાય છે. ઓછી રકમ ફળવાય, સ્ટાફ ઓછો રાખવાનો, જાણી જોઇને મંજૂરીમાં વિલંબ કરી રકમને વણવપરાયેલી રાખવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. ગુજરાત સરકાર એસસી, એસટી, ઓબીસી અને માઈનોરીટી સમાજોને બજેટ ફાળવણીમાં સતત અન્યાય અને ભેદભાવ કરી રહી છે. પછાત સમાજના લોકો પછાત જ રહે તેવી રીતે શાસન કરી રહી હોવાનો અમિત ચાવડાએ ગંભીર આક્ષેપ કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.