રાજ્યમાં 1 ફેબ્રુઆરીથી સરકારી કચેરીઓમાં ડિજિટલ એટેન્ડન્સ ફરજિયાત
નવા અને જૂના સચિવાલય, કર્મયોગી ભવન, ઉદ્યોગ ભવન, કલેક્ટર અને ડીડીઓ કચેરીઓ માટે ફરજિયાત અમલની આપી સૂચના

કચેરીઓમાં ડિજિટલ એટેન્ડન્સ ફરજિયાત

કચેરીઓમાં ડિજિટલ એટેન્ડન્સ ફરજિયાત
સરકારી કચેરીઓમાં અધિકારી-કર્મચારીઓની હાજરીની નિયમિતતાનું અસરકારક મોનિટરિંગ થઇ શકે અને મોડા આવતા કર્મીઓ ઉપર નિયંત્રણ રહે તે માટે 1 ફેબ્રુઆરી 2025થી નવી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમની વ્યવસ્થાનો અમલ કરાશે. શરૂઆતના તબક્કે નવા સચિવાલય સંકુલ, જૂના સચિવાલય, કર્મયોગી ભવન, ઉદ્યોગ ભવન, કલેકટર અને ડીડીઓ કચેરીઓમાં અમલ કરાવવામાં આવશે. ત્યારબાદ અન્ય સરકારી કચેરીઓમાં અમલ કરાશે. અધિકારી કે કર્મચારી કચેરી કે સંકુલમાં પ્રવેશ કરે કે બહાર નીકળે તેની નોંધ આ સિસ્ટમ દ્વારા થઇ જશે.
સરકારી કચેરીમાં અધિકારી-કર્મચારીની હાજરીની નિયમિતતા અંગે મોનિટરિંગ કરવા ઇન્ટીગ્રેટેડ સિક્યોરિટી એક્સેસ એન્ડ મેન મેનેજમેન્ટ સિસ્ટમ હાલ અમલમાં છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા આ સિસ્ટમને વધુ અદ્યતન બનાવવામાં આવી છે. નવા સચિવાલય, જૂના સચિવાલય, કલેકટર કચેરીઓ, ડીડીઓ કચેરીઓ, કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનની કચેરીઓમાં 1 ફેબ્રુઆરીથી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો અમલ કરવામાં આવશે. ત્યારબાદ અન્ય કચેરીઓમાં પણ તેનો અમલ કરાશે.
શરૂઆતના ત્રણ મહિના નવી પદ્ધતિ ઉપરાંત હાલની હાજરી પ્રથા ચાલુ રાખવામાં આવશે. નવી પદ્ધતિનો ફરજિયાત અમલ કરવા સામાન્ય વહીવટ વિભાગે તમામ વિભાગોને સૂચના આપી છે. કર્મચારી કે અધિકારી પાસે સ્માર્ટ ફોન ન હોય તો વેબકેમનો ઉપયોગ કરી હાજરી નોંધાવવા એટેન્ડન્સ આઇડી બનાવવાનું રહેશે. આ માટે સંબંધિત વિભાગો દ્વારા આઇ.ટી., કોમ્પ્યુટર, વેબકેમ જેવા સાધનોની ખરીદી કરાશે. મોબાઇલ એપ્લિકેશન સ્રોત એન્ડ્રોઇડ અને જીઆઇએલ એટેન્ડન્સ ઉપર સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એટેન્ડન્સ પોર્ટલ ઉપર માર્ગદર્શિકા જારી કરીને ફોન નંબર પણ જારી કરવામાં આવ્યો છે.
ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમમાં ઓફિસ લોકેશન મેપિંગ, માર્ક એટેન્ડન્સ, એટેન્ડન્સ ટ્રેકિંગ, ડેટા એનાલિસિસ અને રિપોર્ટિંગની સુવિધા છે. અધિકારી કે કર્મચારી કચેરી કે સંકુલમાં પ્રવેશે કે બહાર નિકળે તેની આ સિસ્ટમ દ્વારા નોંધ થશે. સ્માર્ટ ફોન નહી હોય તો વેબકેમનો ઉપયોગ કરીને પણ હાજરી પૂરવી પડશે.
દરેક વિભાગે આ પ્રોજેક્ટના અમલીકરણ અને દેખરેખ માટે સંબંધિત વિભાગના નાયબ સચિવ(મહેકમ) દ્વારા સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ (SPOC) તરીકેની કામગીરી કરવાની રહેશે. ડિપાર્ટમેન્ટલ એડમિન આઈડીના આધારે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ (SPOC) અથવા તેમના દ્વારા અધિકૃત અધિકારી ઓફિસ અને સબ ઓફિસ માટે એડમિન આઈડી બનાવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.