ધોળકા: ક્રિકેટમાં બોલ વાગતા બબાલ, જાહેરમાં ફાયરિંગ
સામાન્ય બોલાચાલી હિંસક બની; ઈંગોલી ગામે DySP અને LCB સહિતનો કાફલો ઘટનાસ્થળે

ક્રિકેટમાં બોલ વાગતા બબાલ, જાહેરમાં ફાયરિંગ

ક્રિકેટમાં બોલ વાગતા બબાલ, જાહેરમાં ફાયરિંગ
અમદાવાદમાં દિવસેને દિવસે વધતા ગુનાઓ ચિંતાજનક બનતા જઈ રહ્યા છે. જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે રવિવારે ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
રમત દરમિયાન એક શખ્સને બોલ વાગતા મામલો ઉગ્ર બન્યો હતો અને જાહેરમાં હથિયાર કાઢી ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈંગોલી ગામે એક જ કોમના બે જૂથના યુવકો રવિવારની રજામાં ક્રિકેટ રમી રહ્યા હતા. રમત દરમિયાન કોઈ શખ્સને બોલ વાગ્યો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.
જોતજોતામાં આ વિવાદ એટલો વધી ગયો કે વહિદખાન મજીદખાન પઠાણ નામના શખ્સે ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં ગોળીબાર થતા મેદાનમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસનો કાફલો દોડી ગયો
ઘટનાની ગંભીરતાને જોતા ધોળકા ડિવિઝનના DySP, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને LCB સહિતની ટીમો તાત્કાલિક ઈંગોલી ગામે દોડી ગઈ હતી. ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના PI હિતુભા ગોહિલે જણાવ્યું હતું કે, આ મામલે ગુનો નોંધી આરોપી વહિદખાન પઠાણને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આરોપી પાસે રહેલું હથિયાર લાયસન્સવાળું હતું કે ગેરકાયદેસર?
જો લાયસન્સવાળું હથિયાર હશે તો તેનો જાહેરમાં દુરુપયોગ કરવા બદલ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે. હાલ ભોગ બનનાર પક્ષની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.