ડીસાની ફટકડાં ફેક્ટરીના વિસ્ફોટ માટે જવાબદાર કોણ! માલિક કે બેદરકાર તંત્ર?
ઔદ્યોગિક શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરતાં અધિકારીઓની 63 ટકા જગ્યાઓ ખાલી

ઔદ્યોગિક સલામતીના બણગાં ફૂંકતી રાજ્યની ભાજપ સરકારની વરવી વાસ્તવિક્તા

ઔદ્યોગિક સલામતીના બણગાં ફૂંકતી રાજ્યની ભાજપ સરકારની વરવી વાસ્તવિક્તા
સુરેશ વણોલ, અમદાવાદ
બનાસકાંઠાના ડીસામાં મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં થયેલાં વિસ્ફોટમાં 21 લોકોના મોત થયા છે. આ વિસ્ફોટથી ઔદ્યોગિક સલામતી ઉપર ગંભીર સવાલ ઉભા થયા છે. રાજ્યમાં છેલ્લાં 10 વર્ષમાં ઔદ્યોગિક સુરક્ષાને લઈ અનેક ઘટનાઓ બની છે. તેમ છતાં સરકાર અને તંત્ર દ્વારા ગંભીરતા દાખવીને સુધારણા કરવા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. ડીસાની ઘટના બાદ ઔદ્યોગિક સુરક્ષા તંત્રની સમીક્ષા કરતાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. ગુજરાતમાં ઔદ્યોગિક શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરતાં અધિકારીઓની 63 ટકા જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.
ડીસાની ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવીને બનાવના કારણોની તપાસ હાથ ધરી છે. આ તપાસમાં માલિકો સામે ફરિયાદ નોંધી સમગ્ર ઘટના માટે જવાબદાર ઠેરવી દેવામાં આવશે. પરંતુ, ફટાકડા ફેક્ટરી પરવાનગી વગર અત્યાર સુધી કેમ ચાલુ રહી, જવાબદાર તંત્રએ તપાસ કેમ ન કરી જેવા અનેક સવાલો તપાસ કામગીરીમાં દબાઈ જશે. જ્યારે જવાબદાર તંત્રના એકપણ અધિકારી સામે કાર્યવાહી નહી થાય.
ડીસાની ઘટનાના કારણો અંગે તપાસ કરતાં રાજ્યમાં ઔદ્યોગિક સુરક્ષા તંત્રની ગંભીર ખામીઓ સામે આવી છે. જેમાં ગુજરાતમાં ફેક્ટરીઓમાં શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના અધિકારીઓની 63 ટકા જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળ્યું છે. ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય વિભાગ (DISH)માં વિવિધ પદો ખાલી હોવાથી નિયમોનું અમલીકરણ નબળું સાબિત થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાતમાં ફેક્ટરીઓમાં શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના વર્ગ-1 અધિકારીના મંજૂર મહેકમ 51 સામે માત્ર 19 અધિકારીની જગ્યા ભરેલી છે. જ્યારે 32 જગ્યાઓ ખાલી છે. ડેપ્યુટી ડાયરેક્ટરના 26 માંથી 12 પદ ખાલી છે. ટેક્નિકલ અને મેડિકલ ડેપ્યુટી ડાયરેક્ટરના બંને પદ ખાલી છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર (કેમિકલ)ની મંજૂર એક જ જગ્યા છે તે પણ ખાલી છે. ઔદ્યોગિક સુરક્ષાની આ ઉણપોને કારણે અનેક ફેક્ટરીઓમાં ફેક્ટરીઝ એક્ટ, એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ અને જોખમી કેમિકલ્સ સંબંધિત નિયમોની સીધી અવગણના થઈ રહી છે.
વર્ષ 2020માં અમદાવાદના પિરાણા-પીપલજ વિસ્તારમાં ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ડીસાની ફેક્ટરી દુર્ઘટનાએ રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષા ખોખલી હોવાની પોલ ખોલી નાખી છે.
ડીસાની દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. દરેક ઘટના વખતે રાજ્ય સરકાર ખાતરીઓ આપીને બાદમાં ઘોર નિંદ્રામાં પોઢી જાય છે. ત્યારે રાજ્યમાં ઉદ્યોગોની સુરક્ષા માટે તાત્કાલિક રણનીતિ ઘડવા અને કાયદાના અમલ માટે નિયામક તંત્રને મજબૂત બનાવવા કડક પગલાં લેવાની જરૂરીયાત ઉભી થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.