ડીસા બ્લાસ્ટ: ચોંકાવનારો ખુલાસો, કમાણીની લહાયમાં મળ્યું મોત
શું માલિકને મને આ શ્રમિકોના જીવનનું કોઈ મૂલ્ય નથી? ગેરકાયદેસર ફેક્ટરીઓ પર કોઈ નિયંત્રણ કેમ નથી?

શ્રમિકનો ખુલાસો: “શટર બંધ કરી કામ કરવાનું હતું”

શ્રમિકનો ખુલાસો: “શટર બંધ કરી કામ કરવાનું હતું”
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મંગળવારે એક એવી ઘટના ઘટી, જેણે ન માત્ર ગુજરાતને, પરંતુ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો. એક ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયંકર વિસ્ફોટે 21 નિર્દોષ જીવોને મોતના મુખમાં ધકેલી દીધા. આ ઘટના પાછળની કહાની એટલી દુ:ખદ અને ચોંકાવનારી છે કે તેના ખુલાસાઓએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. આ બ્લાસ્ટનો ભોગ બનેલા ઘણા શ્રમિકો એવા હતા, કે જેઓ એક વર્ષ પહેલાં મધ્યપ્રદેશમા ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટમાંથી બચી ગયા હતા. પરંતુ નિયતિની ક્રૂરતા જુઓ, જે મોત ત્યાં તેમને ન મળ્યું, તે ડીસામાં તેમની રાહ જોઈ રહ્યું હતું.
રોજગારની શોધમાં મોતના મુખમાં
ગયા વર્ષે ફેબ્રુઆરી 2024માં મધ્યપ્રદેશના હરદામાં થયેલા ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાંથી બચેલા શ્રમિકો માટે જીવન ફરી શરૂ કરવું એક સંઘર્ષ બની ગયું હતું. ત્યાંની ફેક્ટરીઓ બંધ થઈ જતા તેમનો રોજગાર છીનવાઈ ગયો અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવી પહોંચ્યા. થોડા મહિના પહેલાં જ આ શ્રમિકોને એક ગોડાઉનમાં ફટાકડા બનાવવાનું કામ મળ્યું. પરંતુ આ ગોડાઉન ગેરકાયદેસર હતું, તેની કામકરતા મજુરોને ખબર હતી પણ પેટનો ખાડો પુરવા અને પૈસા કમાવાની લહાયમાં તેઓ આ ગેરકાદેસર ફેક્ટરીમાં કામ કરવા મજબુર બન્યા. પરંતું આ શ્રમિકોને ખબર નહોતી કે તેઓ જે રોજગારની શોધમાં આવ્યા હતા, તે તેમના જીવનની છેલ્લી ઉમ્મીદ બની જશે.
ધડાકો જેણે જીવનો ભરખી લીધા
મંગળવારે સવારે ડીસાના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા આ ગોડાઉનમાં અચાનક એક ભયંકર ધડાકો થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ગોડાઉનની દીવાલો અને છત ધરાશાયી થઈ ગઈ. અંદર કામ કરી રહેલા શ્રમિકો પાસે ભાગવાનો કે બચવાનો કોઈ રસ્તો ન રહ્યો. આગની જ્વાળાઓએ ચારે બાજુથી ગોડાઉનને ઘેરી લીધું, અને ફટાકડા તથા વિસ્ફોટક પદાર્થોના ઢગલાઓએ આગને નર્કમાં ફેરવી દીધી. 21 લોકોના મોત થયા, જેમાંથી 19ની ઓળખ થઈ શકી, પરંતુ ઠેકેદાર લક્ષ્મીબહેન (ઉંમર 50) અને 10 વર્ષનો સંજય હજુ લાપતા છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને આક્રોશનું વાતાવરણ ફેલાવી દીધું.
ચોંકાવનારો ખુલાસો: ગેરકાયદેસર કામગીરીનું ષડયંત્ર
ઘટનાની તપાસ માટે ગ્રામ્ય મામલતદાર વિપુલકુમાર બારોટ ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમણે જે જોયું તે ચોંકાવનારું હતું. ગોડાઉનમાં પૂંઠાના બોક્સમાં મરચી અને સૂતળી ફટાકડાનો તૈયાર માલ તેમજ વિસ્ફોટક પદાર્થોના કોથળાઓ મળી આવ્યા. પરંતુ સૌથી મોટો ખુલાસો એ હતો કે આ સ્થળ પર ફાયર સેફ્ટીનું એક પણ સાધન કે સલામતીની કોઈ વ્યવસ્થા નહોતી. મામલતદારે મંગળવારે રાતે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં ગોડાઉનના માલિક દીપક મોહનાણી અને તેના પિતા ખુબચંદ મોહનાણી સામે સાપરાઘ મનુષ્ય વધનો ગુનો નોંધાયો. અને સાથે સાથે તપાસમાં જે કોઈ વ્યક્તિ અથવા અધિકારી જબાદાર હોવાનું જણાય તેના સામે પણ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંઘ્યો છે.આ બેદરકારીએ લોકોમાં આક્રોશ ભડકાવ્યો કે આવી ગેરકાયદેસર કામગીરી કેવી રીતે ચાલી શકે?
શ્રમિકનો ખુલાસો: “શટર બંધ કરી કામ કરવાનું હતું”
ડીસા સિવિલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજેશ નાયક, જે મધ્યપ્રદેશના હરદાના રહેવાસી છે, તેમણે મામલતદાર વિપુલ બારોટ સામે એક ચોંકાવનારું સત્ય ખોલ્યું. રાજેશે કહ્યું, “31 માર્ચથી માલિકે અમને કામ શરૂ કરવાનું કહ્યું હતું. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે જો કોઈ મોટા અધિકારી ચેકિંગ માટે આવે તો ગોડાઉનના શટર બંધ કરી દેવાના અને અંદર કામ ચાલુ રાખવાનું, અંદર લાઈટની વ્યવસ્થા હોવાથી ત્યાં જ કામ ચાલુ રાખવું.” આ ખુલાસાએ સાબિત કરી દીધું કે માલિકો ગેરકાયદેસર કામગીરીને છુપાવવા માટે પૂરેપૂરું ષડયંત્ર રચી રહ્યા હતા. માલિકના આ સૂચનનું પાલન કર્યું અને તમામ શ્રમિકો એક બંધ ખાંચામાં ફસાય ગયા. કે જ્યાંથી બચવાનો કોઈ રસ્તો નહોતો.
આ ઘટના બાદ એક સવાલ ચોક્કસ ઉભો થાય છે કે શું માલિકને મને આ શ્રમિકોના જીવનનું કોઈ મૂલ્ય નથી? ગેરકાયદેસર ફેક્ટરીઓ પર કોઈ નિયંત્રણ કેમ નથી? સલામતીના નિયમોનું પાલન કેમ નથી થતું? આ ખુલાસાઓએ સરકાર અને તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જ્યારે પરિવારજનો ડીસા સિવિલ હૉસ્પિટલની બહાર પોતાના સ્વજનોના મૃતદેહોની ઓળખ માટે રડી રહ્યા છે, ત્યારે આ ઘટના માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ લાલચ અને બેદરકારીનું એક ભયંકર પરિણામ છે.
આ ચોંકાવનારા ખુલાસાઓએ એક વાત સ્પષ્ટ કરી છે કે આ ઘટના રોકી શકાતી હતી, જો માલિકોએ સલામતીની ચિંતા કરી હોત અને તંત્રએ ગેરકાયદેસર કામગીરી પર નજર રાખી હોત. હવે લોકો ન્યાયની માગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ રાજેશ કે સંજયને આવી ભયાનક નિયતિનો સામનો ન કરવો પડે. આ આક્રોશનો અવાજ સરકાર સુધી પહોંચે તે જરૂરી છે, કારણ કે આ માત્ર એક ઘટના નથી, પરંતુ એક ચેતવણી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.