નિર્ભયા કાંડ જેવી ક્રૂરતા બદલ ફાંસીની સજા
કાનપરની ૬ વર્ષની માસૂમ પર અત્યાચાર ગુજારનાર નરાધમ રેમસીંગ ડુડવાને કોર્ટે ફાંસીના માંચડે લટ

આરોપીને 43મા દિવસે ફાંસીની સજા

આરોપીને 43મા દિવસે ફાંસીની સજા
રાજકોટ જિલ્લાના આટકોટ પાસેના કાનપર ગામે બનેલી હૃદયદ્રાવક અને માનવતાને શર્મસાર કરતી ઘટનામાં ન્યાયપાલિકાએ ઐતિહાસિક દાખલો બેસાડ્યો છે. દિલ્હીના નિર્ભયા કાંડની યાદ અપાવતી આ જઘન્યતામાં માસૂમ બાળકી પર અત્યંત ક્રૂરતા આચરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા ફટકારીને સમાજમાં કડક સંદેશ આપ્યો છે.
૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાજકોટ જિલ્લાના આટકોટ પાસે આવેલા કાનપર ગામની સીમમાં આ કમકમાટીભરી ઘટના બની હતી. એક ખેતમજૂર પરિવારની ૬ વર્ષની માસૂમ બાળકી પોતાની વાડીમાં ભાઈ-બહેનો સાથે રમી રહી હતી. બપોરના ૧૨ વાગ્યાની આસપાસ આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા મોટરસાઈકલ પર ત્યાં આવ્યો હતો. નિર્દોષ બાળકીને કઈ ખબર પડે તે પહેલા જ પાખંડી રેમસીંગે તેને ઉપાડી લીધી અને નજીકની ઝાડીઓ પાછળ લઈ ગયો.
ત્યાં તેણે બાળકી પર ન માત્ર દુષ્કર્મ આચર્યું, પરંતુ હિંસકતાની તમામ હદો વટાવી દીધી. તેણે બાળકીના ગુપ્તાંગમાં ૫ ઇંચનો લોખંડનો સળિયો નાખી દીધો હતો, જેના કારણે માસૂમ લોહીલુહાણ થઈ ગઈ હતી. બાળકીની હૃદયદ્રાવક ચીસો સાંભળી તેની મામી દોડી આવી, જે જોઈને આરોપી રેમસીંગ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
જીવન-મરણ વચ્ચેનો જંગબાળકીની હાલત જોઈને આખું ગામ ધ્રુજી ઉઠ્યું હતું. અતિશય રક્તસ્ત્રાવને કારણે તેની હાલત નાજુક હતી. તેને તાત્કાલિક જસદણ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલ ખસેડવામાં આવી. લોહી એટલું વહી ગયું હતું કે ડોક્ટરો માટે ઓપરેશન કરવું પણ જોખમી હતું. અંતે રેડિયોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટના અભિપ્રાય બાદ જટિલ ઓપરેશન કરીને તબીબોએ બાળકીનો જીવ બચાવ્યો હતો.
પોલીસ તપાસ અને વૈજ્ઞાનિક પુરાવાબનાવના ચાર દિવસ બાદ ૮ ડિસેમ્બરે પોલીસે શંકાના આધારે રેમસીંગની ધરપકડ કરી. રિમાન્ડ દરમિયાન આરોપીએ ગુનામાં વપરાયેલો લોખંડનો સળિયો કાઢી આપ્યો, જે રક્તરંજિત હતો.
DNA ટેસ્ટ: ઘટનાસ્થળેથી પોલીસને આરોપીના માથાના વાળ મળ્યા હતા, જેનો DNA આરોપી સાથે મેચ થયો હતો.
સી.ડી.આર. (CDR): આરોપીના મોબાઈલ લોકેશને સાબિત કર્યું કે તે સમયે તે કાનપર ગામની સીમમાં જ હાજર હતો.
FSL રિપોર્ટ: લોખંડના સળિયા પર મળી આવેલું લોહી ભોગ બનનાર બાળકીનું જ હોવાની પુષ્ટિ થઈ હતી.
રાજકોટ પોલીસ અને ન્યાયતંત્રએ આ કેસમાં અભૂતપૂર્વ ઝડપ બતાવી છે.
૧૧ દિવસમાં ચાર્જશીટ: પોલીસે તમામ પુરાવા એકત્ર કરી માત્ર ૧૧ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી.
રોજબરોજ સુનાવણી: બાળકીના પિતાએ સત્વરે ન્યાય માટે પત્ર લખતા સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણા સાહેબે આ કેસ રોજબરોજ (Day-to-Day) ચલાવવાનો આદેશ આપ્યો.
૬ દિવસમાં પુરાવા: માત્ર ૬ દિવસમાં તમામ સાક્ષીઓની જુબાની અને પુરાવાઓ નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.
૧૨ જાન્યુઆરીએ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો અને અંતે ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ એટલે કે ઘટનાના દોઢ મહિનાની અંદર જ કોર્ટે આરોપી રેમસીંગ ડુડવાને ફાંસીની સજા ફટકારી છે.
આ ચુકાદો એ નરાધમો માટે ચેતવણી સમાન છે જેઓ માસૂમો પર વાસનાની નજર નાખે છે. રાજકોટની કોર્ટે જે રીતે ૩૪ દિવસમાં ન્યાય આપ્યો છે, તેણે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે. પીડિતા અને તેના પરિવારે આ ચુકાદાને આવકાર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.