રાજકોટ રેન્જમાં પોલીસ એક્શનથી ગુનેગારો કાબૂમાં
નિર્લિપ્ત રાયની નિમણૂંક બાદ સૌરાષ્ટ્રમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ

નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ આઈજી

નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ આઈજી
ગુજરાત પોલીસમાં 'દબંગ' અને કડક છાપ ધરાવતા આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક થતાની સાથે જ સૌરાષ્ટ્રના ગુનાખોરીના ગ્રાફ પર બ્રેક લાગતી જોવા મળી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાંથી રાજકોટ બદલી થયા બાદ નિર્લિપ્ત રાયે ગુનેગારો સામે જે રીતે સકંજો કસ્યો છે, તેનાથી કુખ્યાત ટોળકીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ચાર્જ સંભાળતા જ પોલીસ એક્શન મોડમાં :
રાજકોટ રેન્જ આઈજી તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યા બાદ નિર્લિપ્ત રાયે સૌ પ્રથમ રેન્જ હેઠળ આવતા તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે સામાન્ય નાગરિકોને સુરક્ષાનો અનુભવ થવો જોઈએ અને ગુનેગારોમાં પોલીસનો ડર હોવો જોઈએ. આ બેઠકની ફળશ્રુતિ રૂપે સૌરાષ્ટ્રભરમાં તરખાટ મચાવતી કુખ્યાત ટોળકીઓના 19 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
92 ગુનાઓમાં સંડોવાયેલી ટોળકી પર તરાપ :
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ ચોરી, લૂંટ, બળાત્કાર અને ઘરફોડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. આ ટોળકી વિરુદ્ધ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને અમદાવાદ ગ્રામ્યમાં કુલ 92 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
ધરપકડની વિગત: અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જેલમાં રહેલા આરોપીઓ: 4 આરોપીઓ અગાઉથી જ જેલના સળિયા પાછળ છે.
ફરાર આરોપીઓ: ટોળકીના મુખ્ય સૂત્રધાર રણજીત સહિત અન્ય 4 આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકીય અને સામાજિક ચર્ચાઓ :
નિર્લિપ્ત રાયની રાજકોટમાં નિમણૂકને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જાગી હતી. ગોંડલના સ્થાનિક અગ્રણીઓ અને નેતાઓ દ્વારા પણ આ નિમણૂકને આવકારવામાં આવી હતી. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કડક અધિકારીના નેતૃત્વમાં ગોંડલ સહિતના વિસ્તારોમાં ગૂંડારાજ પર સંપૂર્ણ અંકુશ આવશે.
હાલ તો નિર્લિપ્ત રાયની એન્ટ્રીથી સમગ્ર રાજકોટ રેન્જની પોલીસ એક્ટિવ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વધુ મોટા ઓપરેશન પાર પડાય તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.