વલસાડના ગ્રામ સેવા ધરમપુર સંચાલિત બીઆરએસ કોલેજમાં ભરતી મુદ્દે વિવાદ
બિલપૂડીની વનસેવા મહાવિદ્યાલય બીઆરએસ કોલેજમાં ગેરરીતિ કરી સિનિયર ક્લાર્કની ભરતી કરાયાનો આક્ષેપ

વલસાડના ગ્રામ સેવા ધરમપુર સંચાલિત બીઆરએસ કોલેજમાં ભરતી મુદ્દે વિવાદ

વલસાડના ગ્રામ સેવા ધરમપુર સંચાલિત બીઆરએસ કોલેજમાં ભરતી મુદ્દે વિવાદ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વલસાડની ગ્રામ સેવા ધરમપુર સંચાલિત બીઆરએસ કોલેજમાં ભરતી મુદ્દે વિવાદ થયો છે. ધરમપુરના બિલપુડીમાં આવેલી વનસેવા મહાવિદ્યાલય બીઆએસ કોલેજમાં ગેરરીતિ કરીને સિનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવી હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે. પસંદ કરાયેલા ઉમેદવારનું રાજકીય કનેક્શન હોવાથી એસઆઈટી બનાવી પેપર એફએસએલમાં મોકલી તપાસ કરવાની તેમણે માંગ કરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વલસાડની ગ્રામસેવા ધરમપુર સંચાલિત બિલપુડીની વનસેવા મહાવિદ્યાલય બીઆએસ કોલેજમાં સિનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવી હતી. તા.7-10-2023ના રોજ સિનિયર ક્લાર્કની એક જગ્યા માટે ભરતી જાહેર કરીને 20 જાન્યુઆરી 2025ના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. 63 માંથી 32 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં 20 જાન્યુઆરી 2025ના રોજ 2 પેપરની પરીક્ષા લેવામાં આવી હતી.
આ ભરતી મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સવાલ ઉઠાવી ગંભીર આક્ષેપ કર્યા છે. પસંદ કરાયેલા ઉમેદવાર ધરમપુરના ભાજપના પૂર્વ કોર્પોરેટરનો દીકરો હોવાથી ગેરરીતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. બપોરે 2-30 થી 5-30 કલાક દરમિયાન યોજાયેલી પરીક્ષામાં OMR 210 પ્રશ્ન અને 210 ગુણ રાખીને પ્રશ્ન ખોટો પડે તો નેગેટિવ માર્કસ 0.25 ની જોગવાઈ કરવામાં આવી હતી. બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. પ્રિલિમ (OMR/CBRT) 210 ગુણ અને CPT (COMPUTER PROFICIENCY TEST) 100 ગુણની પરીક્ષા રાખવામાં આવી હતી. જ્યારે પરીક્ષાની જવાબવહી(ANSWER KEY) અને OMR સીટ તા. 24/01/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
બેઠક ક્રમાંક S-0041 નાં ઉમેદવાર પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ નામના ઉમેદવારને આન્સર કી પ્રમાણે 210 માંથી 210 ગુણ પ્રાપ્ત થયા હતા. આન્સર કી પ્રમાણે ઉમેદવારનાં બધાં જ 210 પ્રશ્નો સાચા પડે છે. ચોંકાવનારી વાત તો એ છે કે આન્સર-કીમાં અમુક પ્રશ્નોના જવાબ અને વિકલ્પમાં ભૂલ હોવા છતાં ઉમેદવારના જવાબ કે વિકલ્પ તેમાં પણ આન્સર કી પ્રમાણે જ જવાબ આપ્યા છે. અમુક પ્રશ્નો ધોરણ 6 થી 8 નાં પાઠ્યપુસ્તકમાંથી હતા. પેપર સેટર દ્વારા રજૂ કરેલી આન્સર કીમાં પણ તેના જવાબ ખોટા આપવામાં આવ્યા હોવા છતાં ઉમેદવારે પણ તે જ જવાબ ટીક કર્યા હતા.
20 જાન્યુઆરી 2025ના રોજ પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થયા બાદ બીજા જ દિવસે એટલે કે તા-21/01/2025 નાં રોજ પોર્ટલ ઉપર નોટિસ મૂકીને ગૌણસેવાના પરિપત્રને ટાંકી CPT પરીક્ષા રદ કરવાની જાણ કરવામાં આવી હતી અને માત્ર પ્રિલીમના 210 ગુણનાં આધારે જ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ પરીક્ષા લીધા પછી નિયમ બદલી ઉમેદવારને લાભ થાય તેવી રીતે નિયમ બદલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી પેપરને એફએસએલમાં મોકલી એસઆઈટી બનાવી સમગ્ર કેસની તપાસ કરાવવા માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.