મહાકુંભ વિશે ઉદ્યોગપતિ વસંત ગજેરાની વિવાદીત ટિપ્પણી
મહાકુંભ વિશે વસંત ગજેરા એવું તો શું બોલી ગયા કે વિવાદ ઉભો થયો

મહાકુંભ વિશે વસંત ગજેરા એવું તો શું બોલી ગયા કે વિવાદ ઉભો થયો

મહાકુંભ વિશે વસંત ગજેરા એવું તો શું બોલી ગયા કે વિવાદ ઉભો થયો
સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાનું વિવાદીત નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ વીડિયોમાં વસંત ગજેરા એવું બોલતા સંભલાય છે કે કરોડો લોકો નહાવા જાય છે , ત્યાં કંઇ છે નહીં, ભગવાન નથી...મહાકુંભ સાથે જોડીને ગજેરાનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.
જાણીતા ઉદ્યોગપતિ અને અમરેલીના વતની વસંત ગજેરા આ વાયરલ વીડિયોમાં કોઇની સાથે વાત કરી રહેલા જણાય છે. હિન્દીમાં તેઓ સામેની વ્યક્તિને કહેતા સંભળાય છે કે આજે કરોડો લોકો નહાવા માટે જઇ રહ્યા છે, તે વેસ્ટ ઓફ ટાઇમ છે.મારા હિસાબે ત્યાં કશું જ નથી. ત્યાં કશું જ નથી. ભગવાન નથી
વસંત ગજેરાએ આ પ્રકારનું વિવાદીત નિવેદન કરીને વિવાદનો મધપૂડો છેડ્યો છે. હાલ દેશ વિદેશના કરોડો લોકો આસ્થા સાથે મહાકુંભમાં સ્નાન કરવા જઇ રહ્યા છે ત્યારે વસંત ગજેરાનું આ નિવેદન ચર્ચામાં આવી ગયું છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી અને બેનિફીટ ન્યુઝ આ વીડિયોનું પુષ્ટી કરતું નથી પણ જે લોકો મહાકુંભમાં આસ્થા સાથે ડૂબકી લગાવા જઇ રહ્યા છે તેમની આસ્થાને આ નિવેદનથી ઠેસ પહોંચશે તે નક્કી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.