કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં કોંગ્રેસને મળશે પ્રમુખપદ
26 બેઠકોમાંથી ભાજપે 18, કોંગ્રેસે 6 અને અપક્ષોએ 2 બેઠકો પર વિજય મેળવ્યો

ભાજપની બહુમતી હોવા છતાં કોંગ્રેસને મળશે પ્રમુખપદ

ભાજપની બહુમતી હોવા છતાં કોંગ્રેસને મળશે પ્રમુખપદ
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. તાલુકા પંચાયતની 26 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 18, કોંગ્રેસે 6 અને અપક્ષોએ 2 બેઠક જીતી હતી. ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં કોંગ્રેસના મહિલા સદસ્યાને પ્રમુખ બનાવવાની ફરજ પડશે. કપડવંજ તાલુકા પંચાયતનું પ્રમુખપદ અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત હોવાથી ભાજપને ઝટકો લાગ્યો છે.
કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપે મોટો વિજય મેળવ્યો છે. તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી ભાજપે 18 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને 6 અને અપક્ષને 2 બેઠકો મળી છે. કપડવંજ તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મેળવતાં ભાજપના કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી વિજયને વધાવ્યો હતો. જો કે, ભાજપના કાર્યકરોની ખુશી ટૂંકાગાળાની સાબિત થઈ છે. તાલુકા પંચાયતનું પ્રમુખપદ રોટેશન મુજબ અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત જાહેર થયુ છે. ભાજપમાંથી એકપણ અનુસૂચિત જાતિની મહિલા ચૂંટાઈ નહી હોવાથી કોંગ્રેસના અનુસૂચિત જાતિના મહિલા સદસ્યાને પ્રમુખ બનાવવાની ફરજ પડે તેમ લાગી રહ્યુ છે. તાલુકા પંચાયતની તેલનારની બેઠક પર કોંગ્રેસના જશીબેન કાનજીભાઈ વણકર ચૂંટાયા છે. તેથી જશીબેન વણકરને પ્રમુખ બનાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી રસાકસીભરી રહી હતી. ભાજપે સત્તા મેળવવા અને કોંગ્રેસે સત્તા જાળવી રાખવા પ્રયાસ કર્યા હતા. ભાજપે લાંબા સમય બાદ કોંગ્રેસ પાસેથી કપડવંજ તાલુકા પંચાયત આંચકી લીધી છે. પરંતુ, પ્રમુખપદને લઈ રાજકીય ગરમાગરમી વધી ગઈ છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં કોંગ્રેસને પ્રમુખપદ મળે તે પચાવવું મુશ્કેલ છે. ભાજપના નેતાઓ સ્થિતિ બદલવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તેવા સમયે પ્રમુખપદ-ઉપપ્રમુખપદની ચૂંટણી વખતે સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.