અમદાવાદમાં ગંદા પાણી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ
AMC કચેરીએ દૂષિત પાણીની બોટલો સાથે વિપક્ષનો વિરોધ: રોગચાળાની ભીતિ વચ્ચે મેયરને આવેદન આપ્યુ

ગંદા પાણીનો વિરોધ

ગંદા પાણીનો વિરોધ
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની ગુણવત્તા કથળતા આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. શહેરના અંદાજે 26 જેટલા વિસ્તારોમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ સાથે કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિપક્ષનો આક્રોશ અને સૂત્રોચ્ચાર :
શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ અને વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. પ્રદર્શનકારીઓએ હાથમાં કાળાશ પડતા પાણીની બોટલો અને તંત્ર વિરોધી પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે ટેક્સ ભરતી જનતાને શુદ્ધ પાણીના બદલે બીમારીઓ મળી રહી છે. ગાંધીનગર અને ઈન્દોર જેવી સ્થિતિ અમદાવાદમાં ન સર્જાય તે માટે તંત્રને તાકીદે પગલાં લેવા ચીમકી આપવામાં આવી હતી.
મેયર ઓફિસ બહાર હંગામો :
જ્યારે કોંગ્રેસના નેતાઓ મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર આપવા પહોંચ્યા ત્યારે સુરક્ષાના કારણોસર ઓફિસની જાળીઓને તાળા મારી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે શહેરના અનેક ઘરોમાં ઝેર સમાન પાણી સપ્લાય થઈ રહ્યું છે, જે ટાઈફોઈડ અને કોલેરા જેવા રોગો ફેલાવી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો દૂષિત પાણીને કારણે કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મ્યુનિસિપલ તંત્રની રહેશે.
તંત્રનો બચાવ :
સામે પક્ષે મેયર પ્રતિભા જૈને વિપક્ષના આક્ષેપોને નકારતા જણાવ્યું હતું કે શહેરમાં પાણી અને ડ્રેનેજની સુવિધા સુચારુ રીતે ચાલી રહી છે. વોર્ડ અને ઝોન કક્ષાએ પાણીના ક્લોરિનેશનની કામગીરી નિયમિત કરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શહેરમાં હાલ કોઈ ગંભીર રોગચાળાની સ્થિતિ નથી અને જ્યાં પણ નાની-મોટી ફરિયાદો મળે છે ત્યાં ત્વરિત નિકાલ કરવામાં આવે છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.